પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-7-2017, શિકાગો
આજે સાયંસભામાં યુવકો સ્કિટ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરતા હતા અને સ્વામીશ્રી તેના ઉકેલ આપતા હતા. એમાં એક પ્રશ્નની રજૂઆત થઈ કે ‘મંદિર, ઘર, નોકરી બધાંનું બૅલેન્સ રાખવું અઘરું પડે છે, તો આશીર્વાદ આપો કે અમારે શું કરવું ?’
સ્વામીશ્રી ધીરે રહીને કહે : ‘સાધુ થવું જોઈએ.’ પછી ખડખડાટ હસી પડ્યા. પછી કહે : ‘વાત સાચી છે, જેના ભાગ્યમાં હોય તે સાધુ થાય. લાખો હરિભક્તો ગૃહસ્થમાં હતા, પણ એમણે સમજણ દૃઢ કરેલી, શ્રીજી-
મહારાજને રાજી કરવા કે સહકર્મચારીઓને ? કેમ કે શ્રીજીમહારાજ મળ્યા હોય એવો અવસર અનંત જન્મ લીધા, ક્યારેય મળ્યો નથી. આવું વિચારીએ તો આખી વૃત્તિ ચેન્જ થઈ જાય. સત્સંગમય થઈ જાય. પછી કોઈ પ્રશ્ન જ ન રહે. તમારા મનમાં હોય કે સત્સંગ સાચો છે અને બીજું બધું ખોટું છે, તો વાંધો ન આવે. જગતનું કર્યું હોય એનું ફળ નહીં આવે - શૂન્ય. સત્સંગનું ફળ આવશે. સત્સંગની વાત સાચી છે. માટે સત્સંગ બાજુ ઢળવું. મંદિરની સેવા ફર્સ્ટ. બાકી તો નોકરી-ધંધાની ના નથી. જેમ કરતા હોય એમ કરવું.’
Vachanamrut Gems
Gadhadã III-21:
Staunch Satsangis - like a Thread of Gold
“To continue the analogy, a thread of gold remains the same in all six seasons; it does not become limp even during the heat of summer. Similarly, when one's satsang is firm, regardless of the amount of misery that may befall one and however many times one is insulted in Satsang, one's mind never turns away from Satsang. Only such staunch satsangi vaishnavs are My kith and kin…”
[Gadhadã III-21]