પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-7-2017, શિકાગો
આજે આયોજિત યુવાસભાનો મધ્યવર્તી વિચાર હતો - ‘એવા સંતને નામું હું શીશ.’ સ્વામીશ્રી જ્યારે યુવાસભામાં જવા નીકળ્યા ત્યારે તેઓનાં દર્શન માટે બાર્ટલેટ ફાયર પ્રૅટેક્શન વિભાગના 2 અને બાર્ટલેટ પોલીસ વિભાગના 3 કર્મચારીઓ ઊભા હતા.
જેવા સ્વામીશ્રી પધાર્યા કે આ પાંચે-પાંચ અધિકારીઓએ સ્વામીશ્રીને પંચાંગ પ્રણામ કર્યા. કોઈની પણ કલ્પનામાં ન આવે તેવું આ દૃશ્ય હતું ! આ અમેરિકન ભાવિકોએ સાચા સંતને શીશ નમાવીને જાણે કે યુવાસભાનો આરંભ અહીં જ કરી દીધો. સ્વામીશ્રી ખૂબ રાજી થઈ ગયા. પાંચે પાંચને આશીર્વાદ અને પ્રસાદ આપ્યો.
સ્વામીશ્રી તો સભામાં જવા આગળ પધાર્યા, પણ ફાયર પ્રોટેક્શનના ચીફ શ્રી માઈકલની આંખોમાં અશ્રુ આવી ગયાં, એકદમ ગળગળા થઈને તેમને કહ્યું : ‘અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર પુરુષને મળવાનું અમને સૌભાગ્ય મળ્યું અને અમે તેઓને મળીને ખૂબ વિનમ્રતા અનુભવીએ છીએ.’
તો ફાયર માર્શલ જેમનું નામ પણ માઈકલ હતું, તેમણે કહ્યું કે સ્વામીશ્રીને મળીને મારાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. અને પોલીસ અધિકારીઓએ કહ્યું કે ‘આ અમારી કારકિર્દીની શ્રેષ્ઠ પળો હતી, જેને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ.’
અમૃતની હેલી જેના ઉપર વરસે તે ભીંજાયા વગર કેવી રીતે રહી શકે ?
Vachanamrut Gems
Gadhadã II-57:
Reason for Cultivating Atma-Realisation
“… However, to behave as the ãtmã does not mean to believe oneself to be Brahma and act waywardly. Rather, the purpose of behaving as the ãtmã is to realise, ‘I am the ãtmã, and there are no hindrances of mãyã within me. If that is so, how can there be even the slightest trace of mãyã in Paramãtmã Nãrãyan Vãsudev, who transcends the ãtmã?’ For this reason then, the virtue of ãtmã-realisation should be firmly cultivated so that in no way does one perceive any fault in God.”
[Gadhadã II-57]