પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-7-2017, શિકાગો
સ્વામીશ્રી ઍરપોર્ટ પરથી ગાડીમાં બેસીને શિકાગો મંદિરના પરિસરમાં પધાર્યા. સ્વાગત ઝીલતાં મંદિરના પોડિયમ પર પધાર્યા. સ્વામીશ્રીએ આશિષ અર્પતાં કહ્યું: “જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજીમહારાજ કહે છે - ‘દરેકમાં દિવ્યભાવ રાખવો એ જ બ્રહ્મવિદ્યા. માન-ઈર્ષ્યા બધું કચરો છે. તેને બાજુમાં મૂકીને, બાજુમાં મૂકીને નહીં કચડી નાખીને ‘Do your best, leave the rest.”
સ્થળ હતું મંદિરનું પોડિયમ અને સમય હતો સ્વાગત ઝીલવાનો. આવા સમયે આવે સ્થળે પણ સ્વામીશ્રીએ ‘દિવ્યભાવ’ની વાત કરી દીધી. દિવ્યભાવ એમના અંતરમાં કેટલો રમતો હશે !
Vachanamrut Gems
Vartãl-11:
Do not Keep Egotism It has Detrimental Effects
“Also, one should never keep egotism of any sort before God or His devotee. Why? Because egotism is the cause of anger, matsar, jealousy and slander. In fact, even the bhakti of an egotist is said to be demonic. Moreover, if a person oppresses a devotee of God, then even if he himself is a devotee, he should be known to be a demon. My nature is such that I detest even the sight of one who harms a Brãhmin, a meek person or a devotee of God. Such a person will never attain My company, either in this realm or in other realms.”
[Vartãl-11]