પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રીએ ભોજન કક્ષમાં જ ટ્રેડમીલ પર વૉકિંગ આરંભ્યું ને સાથે યોગીવાણીનો વર્ગ પણ...
એમાં વાત આવી જેમાં યોગીબાપાએ કહ્યું : ‘અને એ સમર્થ કેવા છે. બ્રહ્માંડના જીવોને ચાલવાની, કામ કરવાની વગેરે શક્તિ ભગવાનના પ્રતાપે કરીને પોતે આપે છે.’
આમાંથી સ્વામીશ્રીએ ‘ભગવાનના પ્રતાપે’ એ શબ્દો પર ભાર મૂક્યો. સત્પુરુષ હંમેશાં ભગવાનને પ્રધાન રાખે છે.
બીજી એક વાત આવી કે યોગીબાપા બોલ્યા : ‘શાસ્ત્રીજી મહારાજના વચને એક ઉપવાસ કરે, તો વર્ષીતપનું ફળ મળે.’
સંતોએ પૂછ્યું : ‘સ્વામી ! આવતીકાલે જ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એકાદશીનો ઉપવાસ છે, તો બધાને તે ઉપવાસ કરવાથી 12 મહિનાના ઉપવાસનું ફળ મળશે ને ?’
સ્વામીશ્રી બોલ્યા : ‘કરોડગણું મળશે.’ પછી કહે : “પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં મહારાજે કહ્યું છે - ‘27મું પાન કે 35મું પાન.’
સંતોને આશ્ચર્ય થયું કે સ્વામીશ્રીને પાના નંબર સહિત વાત યાદ છે ! તરત જ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ ગ્રંથ લાવવામાં આવ્યો. તે બંને પાનાં ખોલવામાં આવ્યાં. તે બંને પર એકાદશીનો મહારાજે અદ્ભુત મહિમા કહ્યો છે.
Vachanamrut Gems
Vartãl-19:
A Devotee's Affection for God
“Once he has become a devotee of God, it would be improper for him to bear affection for anything except God. This is because, compared to the bliss of the abode of God, the pleasures of worldly vishays are like excreta…”
[Vartãl-19]