પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2017, એટલાન્ટા
સાંજે સેવક સંતે સ્વામીશ્રીને કહ્યું : ‘સ્વામી ! 8 વાગ્યે દશાબ્દીનો કાર્યક્રમ છે, અત્યારે 7-30 વાગ્યા છે ને વરસાદ ચાલુ થયો છે.’
સ્વામીશ્રી પણ થોડા ચોંકીને બોલી ઊઠ્યા : ‘હેં !’
તરત જ સામે બેઠેલા સંતોને ધૂન કરવા કહ્યું અને પોતે પણ નેત્ર મીંચી ધૂન કરવા લાગ્યા. કક્ષમાં પધારીને ચેષ્ટાગાન શરૂ થયું અને આ બાજુ બારી બહાર જોયું તો પાછો તડકો નીકળ્યો હતો. આ વખતે તો વરસાદ અને તડકાની ખરી રમત ચાલી હતી. વરસાદ પડે, સ્વામીશ્રી ધૂન કરે ને તડકો નીકળે, પાછો વરસાદ, પાછો તડકો, પણ અંતે સ્વામીશ્રીની આજ્ઞાનું ઇન્દ્રદેવે પાલન કર્યું. વરસાદ સાવ અટકી ગયો.
આ તો ગુણાતીત રીતિ છે. ઉપલેટાના લાલાભાઈની રક્ષા પણ ગુણાતીતાનંદ સ્વામીએ આવી જ રીતે કરાવી હતી ને !
શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 27માં કહ્યું છે કે ‘સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.’ સ્વામીશ્રી સમર્થ હોવા છતાં ધૂન કરાવે છે, આ જરણા નહીં તો બીજું શું છે ?
Vachanamrut Gems
Gadhadã III-28:
Falling from Ekantik Dharma is True Death
“For such ekãntik bhaktas, leaving the body is not considered to be death; rather, for them, falling from that ekãntik dharma is true death. This occurs when an aversion arises in one’s heart towards God or His Sant. It is then that that devotee should be known to have fallen from the dharma of ekãntik bhaktas…”
[Gadhadã II-46]