પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રીના રાત્રિભોજન વખતે શોભિતસ્વરૂપદાસ સ્વામીએ પ્રસંગ કહ્યો :
“સ્વામીશ્રીનાં દર્શને શ્રી શ્રી રવિશંકરજીના અહીંના પટ્ટશિષ્ય હરેશભાઈ લાખાણી આવ્યા હતા. તેઓ ટેમ્પાના નિવાસી છે. મુલાકાતમાં માંડ તેમને દસેક સેકન્ડનાં દર્શન થયાં. તેમણે કહ્યું - ‘આ દસ સેકન્ડનાં દર્શનમાં જ મારા આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. એકદમ શાંતિનો અનુભવ થયો. અને ફ્રેક્શન ઓફ સેકન્ડ(થોડીક ક્ષણો)માં મારાં બધાં જ ચક્રો ક્રિયાન્વિત થઈ ગયાં હોય તેવો અનુભવ થયો.”
ગુણસાગરદાસ સ્વામીએ વાત કરી :
“કપિલ ચોથાણી ‘સોકી(SOKI)’ મોબાઇલ ડિવાઇઝ મૅનેજમૅન્ટ કંપનીમાં નોકરી કરે છે. આપનું 15મી જૂને લંડનમાં જે સ્વાગત થયું, તેનાં તેઓ લાઇવ દર્શન કરતા હતા. આ દર્શનથી થયેલો અનુભવ તેમણે મને કહ્યો. તે તેમના જ શબ્દોમાં સાંભળીએ. તેમણે કહ્યું :
‘સ્વાગત-સભામાં હાથમાં હરિકૃષ્ણ મહારાજને લઈને પ્રવેશતા સ્વામીશ્રીનાં દર્શન કરીને મારી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ખરું કહો તો પ્રમુખસ્વામી મહારાજમાંથી મહંત સ્વામી મહારાજમાં પ્રતીતિ લાવવાની પ્રૅસેસ મારા માટે અઘરી હતી, પણ આ દર્શનમાં મને એવી જ અનુભૂતિ, એવી જ ઉત્તેજના થઈ, જેવી પ્રમુખસ્વામી મહારાજ 2014માં અહીં અમેરિકા આવ્યા હતા !
અને વધુમાં તો હું આ લાઇવ દર્શન કરતો હતો, ત્યારે મારી કંપનીના ડાઇરેક્ટર મારી બાજુમાં આવીને આ દર્શન કરવાં ઊભા રહ્યા. તેમને જોઈને બીજા ચાર-પાંચ જણા પણ ભેગા થઈ ગયા. ડાઇરેક્ટરે પહેલી જ વાર સ્ક્રીન પર દર્શન કર્યાં અને તરત જ બોલી ઊઠ્યા : ‘Your guru is divine. The divinity in his eyes and spark on his face are priceless. Are you sure he is not the angel come down on this earth?’ (તારા ગુરુ દિવ્ય છે. તેઓની આંખોમાંની દિવ્યતા અને ચહેરા પરનું તેજ અમૂલ્ય છે. તે પૃથ્વી પર અવતરેલા દેવદૂત તો નથી ને ?)
આ સાંભળીને મારી ઉત્તેજના ઓર વધી ગઈ, રૂંવાડાં વધુ ઊભાં થઈ ગયાં અને આંખોમાં આંસુનો પ્રવાહ પણ વહેવા લાગ્યો.”
Vachanamrut Gems
Gadhadã II-60:
One Should Not Consider all Sãdhus to be Equal
“… Similarly, if a person in this world believes, ‘As far as I am concerned, all sãdhus are equal. Who is good and who is bad?’ – then even if he is considered to be a satsangi, he should be known to be a non-believer…”