પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-6-2017, એટલાન્ટા
વૉકિંગ દરમ્યાન યોગીવાણીમાંથી વાંચન અને એના ઉપર સ્વામીશ્રીનું નિરૂપણ શરૂ થયું.
વાંચન થયું : ‘સાચું બોલતો હોય તોપણ કોઈનું વાંકું ન સાંભળવું.’
સ્વામીશ્રી કહે : ‘સાચું બોલતો હોય એટલે જેની વાત કરતો હોય તેમાં અવગુણ છે જ, તોય ન સાંભળવું.’
પછી કહે : ‘આ બધી કલમો છે ને ! તેમાંથી એક પકડીએ તો બધું આવી જાય.’
વાંચન થયું : ‘...કોઈના ગુણ-દોષ જોવાથી આપણે પડી જઈએ.’
સ્વામીશ્રી કટાક્ષ કરતાં કહે : ‘બીજાના ગુણ-દોષ જોઈએ તો આપણને આગળ વધીએ છીએ, એવું લાગે છે.’
વાંચન થયું : ‘...ભગવાનના ભક્તને ઊનું પાણી આપી, આપણે ટાઢે પાણીએ નાહી લેવું.’
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : ‘ઉનાળામાં આપીએ.’
સ્વામીશ્રીએ જાણે કે દૂધમાંથી પોરા કાઢ્યા - આપણી મનોસ્થિતિને વાચા આપી દીધી.
Vachanamrut Gems
Bhugol-Khagol - 1:
Bharat (India) is Incomparable
“The Shrimad Bhãgwat and other sacred scriptures state that it is extremely rare to receive a human birth in Bharat-khand, and that it can be equalled to receiving a chintãmani. In fact, even Indra and other demigods long for a human birth. The vishays, the affluence and opulence, as well as the lifespan of the demigods greatly exceed that of humans, yet they have no means of attaining liberation in their own realms. Only after receiving a human birth in Bharat-khand can one attain liberation. In no other place and with no other body is liberation possible. For this reason, attaining a human birth in Bharat-khand is better than being born in any of the other regions of Mrutyulok. Thus, there is no place in the 14 realms that can compare with Bharat-khand.”
[Bhugol-Khagol - 1]