પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-6-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રીનું ભોજન પૂર્ણ થયા બાદ સિક્યોરિટીની સેવામાં જોડાયેલી ટીમના હેડ સાર્જન્ટ જો બ્યૂસી સ્વામીશ્રીને મળવા પધાર્યા હતા. તેમને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ લગાવ ને ભાવ થઈ ગયો છે. અહીં સેવા ચાલુ થઈ પછી એક કંપનીએ તેમને પોતાને ત્યાં આવવા કહ્યું, જ્યાં 1 કલાકના 100$ મળતા હતા. 12 દિવસનો આ કોન્ટ્રાક્ટ હતો, પણ આમણે ના પાડી. તો સામેની કંપનીએ પૂછ્યું : ‘તો તમારે કેટલા જોઈએ છે તે કહો.’ આમણે કહ્યું : ‘જ્યાં સુધી મહંત સ્વામી મહારાજ છે, ત્યાં સુધી કોઈ ગમે તેટલા ડૉલર આપે હું નહીં જાઉં.’
નવ જ દિવસમાં કેટલું આકર્ષણ ! એ પણ સાવ નવા વિદેશી ઓફિસરને !!
સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
Vachanamrut Gems
Vartãl-1:
Benefit of developing Enmity with the Mind
“Thus, a person who is wise should definitely develop enmity towards his mind for the sake of his liberation. Thereby, if he conquers his mind, he is sure to benefit; but even if he is defeated by his mind, he will eventually return to the path of realisation, which is also beneficial in the end. Therefore, one who aspires for liberation should most certainly develop enmity towards his mind.”
[Vartãl-1]