પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-6-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા ત્યારે સૌપ્રથમ નિજહસ્તે ભેળ બનાવી ઠાકોરજીને ધરાવી અને પછી તે પ્રસાદ સંતોને પણ અપાયો.
10 મિનિટમાં તો ઘણા બધા સંતોનો પ્રસાદ પૂરો થઈ રહેલો જોઈને હસીને કહે : ‘આ લોકો ચાવે છે કે નહીં ?’
સંતો કહે : ‘અમારે એક કોળિયો 5-10 વાર ચાવીએ ત્યાં પતી જાય.’
ગુણવત્સલદાસ સ્વામી કહે : ‘આપને તો 32 વાર ચાવવા જોઈએ.’
સ્વામીશ્રી કહે : ‘32 કરતાં વધુ.’
સેવક સંતે કહ્યું : ‘ગઈકાલે ચેષ્ટા પહેલાં લીધેલો મુખવાસ ચેષ્ટા પછીય ચાલતો’તો !’
ગુણવત્સલદાસ સ્વામીએ પૂછ્યું : ‘પહેલાંથી જ આટલું બધું ચાવતા’તા કે જુવાનીમાં ઓછું ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘પહેલેથી જ. બીજા થાકી જતાં કે આ કેટલું ચાવે છે ?’
Vachanamrut Gems
Gadhadã II-48:
If One is Unable to Contemplate upon God
“If, however, one is unable to contemplate upon God’s form, one should remain in the company of such a sãdhu who possesses dharma, gnãn, vairãgya and bhakti…”
[Gadhadã II-48]