પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-6-2017, એટલાન્ટા
આજે રોજની જેમ વૉકિંગ દરમ્યાન યોગીવાણીના વાંચન અને સ્વામીશ્રીના નિરૂપણનો પણ લાભ મળ્યો. એમાં વંચાયું કે ‘રાગ લઈને ફરીએ તો સમાગમ થાય જ નહીં. એ બધું છોડી જ દેવું જોઈએ.’
સ્વામીશ્રી કહે : ‘મળે ને છોડે એ અઘરું છે. ન મળે તો છોડેલું જ છે. રઘુવીરજી મહારાજ, આશ્ચર્ય કહેવાય, પણ કેવો મોભો ! કેવો પાવર હોય ! પણ તીર્થવાસી થઈને આવ્યા ! પણ The best use of power is it's nonuse. (સત્તાનો શ્રેષ્ઠ ઉપયોગ તેનો ઉપયોગ ન કરવો એ છે.)’
વિવેકનિધિદાસ સ્વામીએ કહ્યું : ‘પ્રમુખસ્વામી મહારાજે પણ કોઈના પર પાવર ન વાપર્યો અને આપ પણ નથી વાપરતા.’
સ્વામીશ્રી કહે : ‘સામેવાળા જુદા જણાય તો પાવર વપરાય.’
સત્પુરુષ આપણને સૌને પોતાના માને છે.
સ્વામીશ્રીની દરેક ક્રિયામાં કોઈક વિચાર તો વણાયેલો જ હોય છે.
Vachanamrut Gems
Amdãvãd-4:
What is God Like?
Thereupon Shriji Mahãrãj said to the muni-mandal and the devotees, “Everyone please listen to what I have to say. One should first develop a firm conviction of the form of God. What is God like? Well, He, by His own wish, takes birth for the liberation of the jivas. Yet having taken birth, He is still beyond birth. Despite having to die, God is still beyond aging and death. He is also ‘niranjan’, that is to say, He has no blemish of mãyã. In addition, He possesses a definite form and is self-radiant; He is Parabrahma, antaryãmi, the supporter of countless millions of brahmãnds; and He also transcends Akshar. His assuming and discarding of a human body is merely an illusion – like the magic of a wizard. Furthermore, He is the controller of the countless muktas, including Akshar. He is also the lord of all. That Shri Purushottam Nãrãyan, after first taking birth from Dharmadev and Murti, performs austerities in Badrikãshram in the form of Narnãrãyan.
[Amdãvãd-4]