પ્રેરણા પરિમલ
મહાન કરુણા
(તા. ૨૮-૯-૯૭, સારંગપુર)
એક શહેરની હાઈસ્કૂલ ૭૫ વર્ષ પૂરા કરતી હતી. એમના હોદ્દેદારો ખાસ સ્વામીશ્રીને એ નિમિત્તે સમારંભમાં પધારવાનું આમંત્રણ આપવા આવ્યા હતા. તેઓને સ્વામીશ્રીએ કહ્યું : 'આપ સૌનો આગ્રહ અને ભાવના છે એ સારી વાત છે, પણ બીજે કાર્યક્રમો ગોઠવાઈ ગયા છે. આપને ત્યાં આવું તો પેલાને દુઃખી કરવા પડે. માટે રાજી રહેજો. ભાવ પૂરો કરી ન શક્યો એ બદલ માફ કરજો.'
સ્વામીશ્રીની નમ્રતાએ અને નિર્મળતાએ સૌને ભીના ભીના કરી દીધા. સ્વામીશ્રી આપણું હૃદય ન દુખાઈ જાય એ રીતે વર્તે છે, માફી માગી લે છે. આ એમની મહાન કરુણા છે.
Vachanamrut Gems
Loyã-10:
Gnan Leads to Happiness
"… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy."
[Loyã-10]