પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજે પોતાના સેવકોને રોજ પાંચ વચનામૃત વાંચવાની આજ્ઞા કરી હતી. પોતે રોજ એ અંગે પૂછપરછ પણ કરતા. એક દિવસ એક સંતે વચનામૃત નહોતા વાંચ્યા. તો સ્વામીશ્રીએ એમને બીજે દિવસ દસ વચનામૃત વાંચવા જણાવ્યું. પછી પોતે કહે, 'આજ્ઞાથી પાંચ વચનામૃત વાંચવા તો તમને યાદ રહેશે કે સ્વામીએ અમને આજ્ઞા કરી હતી.' આજ્ઞા પળાવવામાં પણ આ રીતે યુક્તિથી, સરળતાથી આગ્રહ રાખતા અને જીવનું રૂડું કરતા.
રાત્રે સૂતી વખતે પોતાની વાત કરતા કહ્યું, 'હું રોજ તેત્રીસ વચનામૃત વાંચતો. તે આઠ દિવસમાં વચનામૃતનું પારાયણ પૂરું થઈ જાય.' આમ, અનેક રીતે જીવને બળ આપી, ભગવાનને માર્ગે આગળ વધારતા.
સને ૧૯૬૫માં બોચાસણમાં સ્વામીશ્રીની જન્મજયંતી ઉજવાઈ રહી હતી. સમગ્ર સત્સંગ સમાજ તથા બોચાસણના હરિભક્તોના ઉત્સાહે માઝા મૂકી હતી. સ્વામીશ્રીની ઠાકોરજી સહિત નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી. બોચાસણ ગામના ઇતિહાસમાં આ પ્રસંગ અનેરો હતો. પહેલાં તો સ્વામીશ્રી નગરયાત્રા માટે સંમતિ નહોતા આપતા. લાંબી ખેંચતાણના અંતે આખરે ભક્તોનાં પ્રેમને વશ, સ્વામીશ્રી સહમત થયા. અનેરા સાજ શણગાર સાથે અને હરિભક્તોના અતિ ઉત્સાહમાં નગરયાત્રાનો રંગ અલૌકિક જામ્યો. સૌએ ભજનકીર્તનની રમઝટ બોલાવી. જયનાદોથી ગગનમંડળ ગજવી દીધું.
સાંજે મંદિરમાં સ્વામીશ્રી સમક્ષ બે યુવકોએ સ્વામીશ્રી આગળ હરખઘેલા થઈ કહ્યું, 'બાપા, નગરયાત્રા બહુ સારી નીકળી. બહુ સમાસ થયો, બધા બહુ રાજી થયા.'
'આપણે તો શાસ્ત્રીજી મહારાજ મળ્યા અને એમની સેવા કરી, એટલે ટાઢક થઈ ગઈ છે.' સ્વામીશ્રીએ નિર્બંધભાવે જણાવ્યું. એમના શબ્દોમાં શાસ્ત્રીજી મહારાજનો સંબંધ અને એમની સેવા - એમાં જ સર્વસ્વ પ્રાપ્તિનો ભારોભાર મહિમા હતો.
Vachanamrut Gems
Sãrangpur -2:
Darshan of God
"… When a devotee does darshan of God, he should do so with an attentive mind and concentrated vision…"
[Sãrangpur -2]