પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૦
કંપાલાથી મસીન્ડી, તા. ૧૨-૩-૧૯૭૦
સાંજે પ્લેનમાં ગુલુ પધાર્યા. આ મંદિરમાં પ્રતિષ્ઠા થયા પછી યોગીજી મહારાજે અહીં પ્રથમવાર જ આરતી ઉતારી. ત્રણ દિવસ ગુલુ રહી સ્વામીશ્રી લીરા પધાર્યા. અહીં એક હરિભક્ત ખૂબ વ્યસની થઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે બોચાસણના હીરામુખીને કહ્યું હતું કે તમો વ્યસનો છોડો ને વર્તમાન ધરાવો તો અમે તમારી રસોઈ જમીએ. એમ અહીં પણ સ્વામીશ્રીએ એમની સાથે વ્યસનો છોડવાની અને વર્તમાન ધરાવવાની શરતો કરી હતી. પછી જ પધાર્યા હતા.
સ્વામીશ્રી કહે, 'પચાસ લાખ રૂપિયા આપે તોપણ અહીં અમારાં પગલાં થાય નહિ.'
સાંજે સનાતન મંદિરમાં જાહેર સભામાં સ્વામીશ્રી કહે, 'આ ગામમાં, આ જગ્યાએ અમે આવ્યા છીએ તે તમો સંભારી રાખજો. ડાયરીમાં લખી રાખજો. આ ઘડી, આ દર્શન, આ સાધુ, આ વાતું ફરી અહીં મળશે નહિ. માટે સંભારી રાખજો...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-13:
Doing Darshan with Shraddha Causes Samadhi
“… Similarly, when a person does darshan of God’s form with shraddhã, be it the form of a king or the form of a sãdhu, his indriyas are drawn towards God. Then one attains samãdhi.”
[Vartãl-13]