પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૧
મોમ્બાસા, તા. ૮-૫-૧૯૭૦
અહીં સાંજે માલિશ માટે, વીરપુરના એક અનુભવી વૃદ્ધ લુહાણાભાઈ આવતા. યોગીજી મહારાજે એમને કૃપા કરી સેવાનો લાભ આપેલો. માલિશ વખતે સ્વામીશ્રી એમને સત્સંગની વાતો કરતા. થોડા દિવસ પછી સંતોએ એમને સ્વામીશ્રી પાસે વર્તમાન દીક્ષા લઈ, સત્સંગની કંઠી પહેરવા સમજાવ્યા, પણ ડોસા કાળજાના કઠણ હતા. આ ઉંમરે પણ એમનાં શ્રદ્ધા-કમાડ ખૂલ્યાં નહોતાં. એટલે એમણે કંઠી પહેરવાની ના પાડી. સ્વામીશ્રીએ એમને ડુંગળી-લસણ છોડવા કહ્યું. એ વાત પણ એમણે માની નહિ, સ્વામીશ્રીએ એમની સેવાનો ત્યાગ કર્યો ને કહે, 'અમને તમારી દવાથી જરાપણ ફાયદો નથી ને કાલથી દવા ન લગાડવી.' સેવા તો એને મળે જેને કાંઈ સંસ્કાર જાગ્રત થાય, એ માટે મોટા પુરુષ સેવા આપતા હોય !
સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે 'પાકા ઘડે કાંઠા ચડે નહિ... ઘરડાં ગલકાં શાકનાંયે કામમાં ન આવે...' ઘડપણમાં વજ્રસાર બનેલા સ્વભાવ જો ભગવાન કે સંતમાં સદ્ભાવ જાગ્રત થાય તો જરૂરી છૂટી જાય, પણ જીવ તે જીવ ! દૈવી ને આસુરી !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-59.2:
Attaining God or His Sant is Ultimate Liberation
“… So, when one attains God or His Sant, then, apart from this, there is no other liberation for the jiva; this itself is ultimate liberation.”
[Gadhadã II-59.2]