પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૨
મોમ્બાસા, તા. ૧૩-૪-૧૯૭૦
સવારે મંદિરે જતાં મોટરમાં યોગીજી મહારાજ ભટેશાને કહે, 'આજે આફ્રિકાના હરિભક્તોને ભેગા કરવા છે અને દેશના બધા હરિભક્તોને ભેટ આપવાની છે, શું? બધાને યાદગીરી રહે, સ્મૃતિ રહે. ફરી પાછા આ દેશમાં કોઈ આવવાના નથી. આ તો આપણે આવવાના હતા તે બધા આવ્યા... મારે તો પહેલેથી જ બધાને આપવાની ટેવ. કોઈ ગરીબ હોય, કોઈને કાંઈ હોય, પણ હું બધાને મદદ કરું. બધાને રાજી કરું...'
કાગ બાપુએ ખરે જ કહ્યું છે -
'જોગીડો દેતો દેતો ને દેતો રે જી...
એનો કાંઈ ન બદલો લેતો રે જી...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]