પ્રેરણા પરિમલ
એમ, ડ્રાઈવર સાહેબ?
તા. ૧૪-૧૨-૧૯૬૫ના રોજ ગોંડલમાં ભાવનગરના યુવરાજ શ્રી વીરભદ્રસિંહજી અક્ષરમંદિરે દર્શને આવી રહ્યા હતા. યોગીજી મહારાજે તેમના સ્વાગતની બધી તૈયારી કરાવી. સભામંડપમાં સારાં આસન તેમને બેસવા માટે ગોઠવ્યાં. પોતે જે આસન-પાટ પર બિરાજતા, એ ઉપર ન બેસતાં સ્વામીશ્રી નીચે ગાદી ઉપર બેસી ગયા. બધાએ તેમને ઉપર બેસવા ખૂબ આગ્રહ કર્યો તો આજીજી કરતાં કહે, 'ના, મને અહીં નીચે જ બેસવા દ્યો.' સૌના બહુ આગ્રહ પછી કચવાતે મને સ્વામીશ્રી આસન ઉપર બેઠા.
એવામાં યુવરાજશ્રી તેમના કુટુંબ સાથે તેમજ કીરીટસિંહ, મોહનભાઈ રાઠોડ વગેરે આગેવાનો સાથે આવી પહોંચ્યા. કલેકટર ચુડાસમા સાહેબ તથા ભગવત્સિંહજીએ સૌનું સ્વાગત કર્યું. અક્ષરદેરીમાં તથા મંદિરે દર્શન કરી સૌ સભામંડપમાં સ્વામીશ્રી પાસે આવ્યા. આસન ઉપરથી ઉતરી, સામા જઈ સ્વામીશ્રીએ યુવરાજને હારતોરા કરી સ્વાગત કર્યું. સ્વામીશ્રીએ સૌને રૂડા આશીર્વાદ આપ્યા. યુવરાજ પણ યોગીજી મહારાજની નિર્માનીતા અને આશીર્વાદ મેળવી કૃતાર્થ થયાની લાગણી અનુભવતા નમ્રતાથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ઔપચારિક વિધિ બાદ સૌ પ્રસાદ લેવા પધાર્યા.
ત્યારપછી સૌ હરિભક્તો વારાફરથી સ્વામીશ્રીને પગે લાગતા હતા. એવામાં એક દરબારી વેશમાં સજ્જ એક વૃદ્ધ વ્યક્તિ સ્વામીશ્રીને પગે લાગી દૂર ઊભા રહ્યા. સ્વામીશ્રીની તેમના પર દૃષ્ટિ પડી. એમને પ્રેમથી બોલાવ્યા અને આશીર્વાદ આપતા મમતાસભર વાણીથી પૂછ્યું, 'તમે કોણ ?'
'હું યુવરાજનો ડ્રાઈવર છું.' વૃદ્ધે હાથ જોડી જવાબ આપ્યો.
'એમ, ડ્રાઈવર સાહેબ ?' કહી સ્વામીશ્રીએ ફરીથી આશીર્વાદનો થાપો આપ્યો.
'ક્યાં યુવરાજ અને ક્યાં પોતે... છતાં આવા મહાન સંતની દુવા... બાપુની જેમ પોતાને પણ આવકારીને આશર્વાદ આપ્યા... એવો જ પ્રેમ... બલકે એથી અધિક...' સ્વામીશ્રીની આ અમીવર્ષા અનુભવી ડ્રાઈવર કૃતકૃત્ય થઈ ગયો. હજુ બાકી હોય એમ સ્વામીશ્રીએ એમને નજીક બોલાવી, હાથોહાથ પ્રસાદ આપ્યો. ખાલી હૈયે આવેલા ડ્રાઈવરે ભારે હૃદયે વિદાય લીધી.
Vachanamrut Gems
Gadhadã I-3.2:
Attain the abode of God
Vishnu-yãgs; annually celebrate Janmãshtami, Ekãdashi and other observances; and gather brahmachãris, sãdhus and satsangis on these occasions. After all, even if a sinner remembers these occasions at the time of his death, he will also attain the abode of God.”
[Gadhadã I-3.2]