પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૭
દારેસલામ, તા. ૮-૪-૧૯૭૦
આજે બપોરે ઠાકોરજી જમાડવામાં જ અઢી વાગી ગયા હતા. યોગીજી મહારાજ કહે, 'વચનામૃત નાનું વાંચી લ્યો.'
'અમે વાંચી લઈશું,' સ્વામીશ્રી આરામમાં જલદી જઈ શકે એ આશયથી ઘનશ્યામચરણ સ્વામીએ કહ્યું.
'તમે ખાશો ને મારે હાલશે? ન હાલે ! મારે વાંચવું પડે.' એમ કહેતાં સ્વામીશ્રીએ સૌને મૌન કરી દીધા. પછી ઘનશ્યામ સ્વામી ગઢડા પ્રથમ પ્રકરણનું પાંચમું વચનામૃત મોઢે બોલ્યા, પણ સ્વામીશ્રીએ વચનામૃત વાંચી લેવાનો આગ્રહ ચાલુ રાખ્યો અને ઉપર સભા હૉલમાં પધારીને વચનામૃત વંચાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-8:
How does Anger Arise?
“… Also, anger can arise when one is insulted, out of jealousy, over where to sit or not to sit, or even because of the unequal distribution of God’s prasãd. In this way, there are many reasons for anger to arise.”
[Amdãvãd-8]