પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
ધર્મજથી પીજ જવા યોગીજી મહારાજ મોટરમાં નીકળ્યા. સંતો કીર્તન ગાતા હતા. સ્વામીશ્રી આરામમાં હતા. રસ્તામાં મહેળાવ દર્શન કરવાની સ્વામીશ્રીને તાલાવેલી હતી. તેથી થોડી થોડી વારે પૂછે, 'મહેળાવ આવ્યું ?... બાંધણી આવે એટલે કહેજો... ત્યાંથી શાસ્ત્રીજી મહારાજની (જન્મભૂમિની) હદ શરૂ થાય છે.'
હજુ પેટલાદ પણ નહોતું આવ્યું. તેથી થોડીવાર સૂતા પછી બાંધણી આવ્યા પહેલાં અચાનક સ્વામીશ્રી બેઠા થઈ ગયા. ગુરુના જન્મસ્થાનનો મહિમા કહેવા લાગ્યા :
'જુઓ આપણે તીર્થમાં જઈએ છીએ તો શુભ સંકલ્પ કરજો. આ મહેળાવનું બોર્ડ આવ્યું... અહીં રસ્તે શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારે રમતા... આ ભૂમિ પાવન થઈ ગઈ... ધન્ય વૃંદાવનવટની છાયા, જ્યાં હરિ બેસતા... એથી અધિક મહિમા સમજવો.'
મંદિરમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજની આરસની પ્રતિમા આગળ પ્રાર્થના કરવા લાગ્યા. જાણે પ્રત્યક્ષ વાતો કરતા ન હોય... ...પ્રમુખ સ્વામીએ જે કાર્ય સમૈયાનું ઉપાડ્યું છે તે શોભાડવા અરજ કરી... સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી. મોહન ભગતને કહ્યું, 'શાસ્ત્રીજી મહારાજને પાકો થાળ જમાડજો.'
અંધારું થઈ ગયું હતું તેથી બેટરીના અજવાળાથી શાસ્ત્રીજી મહારાજની દિનચર્ચાની મૂર્તિઓનાં દર્શન કર્યા. ગુરુલીલાના પ્રસંગો તાદૃશ નિહાળતા હોય એમ લાગતું હતું. મૂર્તિઓ ઉપર પ્રકાશને લીધે રજોટી દેખાતી હતી. તે પોતાના ગાતરિયાથી લૂછવા લાગ્યા અને રજ આંખે અડાડવા લાગ્યા. વળી, કંઈક સાંભર્યું તે નીચે ભોય ઉપર આંગળીઓ વડે ઘસીને પ્રસાદીની રજ છાતીએ ચોપડવા લાગ્યા.
'હે શાસ્ત્રીજી મહારાજ ! તમે આ ઓરડામાં જન્મ લીધો. આખું હિંદુસ્તાન પાવન કર્યું. અમને સુખ આપો. અમારી ભેગા હાલો.' સ્વામીશ્રીએ પ્રાર્થના કરી. ગુરુસ્થાનનો આવો મહિમા આદર્શ શિષ્ય સિવાય કોણ ગાઈ શકે!
Vachanamrut Gems
Sãrangpur -2:
Non-Violence
Shriji Mahãrãj then began to elaborate by saying, "One should not hurt any living being with one's speech…"
[Sãrangpur -2]