પ્રેરણા પરિમલ
સેવાનો મહિમા
દેશમાં જેમ યુવકો રજાઓમાં યોગીજી મહારાજ પાસે દોડી આવતા અને એમના સત્સંગ પ્રવાસમાં સાથે ફરતા, સત્સંગનો લાભ લેતા, એવી જ રીતે પરદેશમાં પણ યુવાનો સેવા કરવા આવતા. નૈરોબીથી કુમુદભાઈ, શાંતુભાઈ અને રમેશભાઈ, મબાલેથી બલભદ્રભાઈ, ટરોરોથી જશભાઈ વગેરે સેવાનો લાભ લઈ રહ્યા હતા. નાનકડા રમેશભાઈ પોતાનું સ્થૂળ શરીર હોવા છતાં સાથેના યુવકોનાં કપડાં ધોવાની સેવા હોંશે હોંશે કરતા.
એક દિવસ આ રીતે મંદિરના બાથરૂમમાં બધા યુવકોનાં કપડાં ભેગા થયેલાં અને સ્વામીશ્રી બાથરૂમમાં લઘુ કરવા પધાર્યા. યુવકોનાં ધોવાનાં કપડાં એમનેમ પડેલાં જોઈ સ્વામીશ્રીએ બાથરૂમનું બારણું અંદરથી બંધ કરી દીધું. અને જાતે કપડાં ધોવા બેસી ગયા. આજે આ સેવાનો અવસર મળ્યો એથી એમનો હર્ષ સમાતો ન હતો. કપડાં ધોઇને જ્યારે સ્વામીશ્રી બહાર પધાર્યા ત્યારે જ સૌને ખબર પડી કે આજે તો બાપાએ સૌનાં લૂગડાં ધોઈ નાંખ્યા સ્વામીશ્રીની સેવાભાવના આગળ સૌ શરમિંદા પડી ગયા. પણ સાથે સેવાનો મહિમા જાણ્યો. સ્વામીશ્રી વાતો કરતાં આચરણથી સૌને વધુ સમજાવતા.
અમદાવાદમાં પણ આવી જ રીતે એક બપોરે મંદિરના જૂના મકાનની ચોકડીમાં પડી રહેલાં વાસણો માંજી નાંખ્યા હતાં. આ બબુભાઈ કોઠારીએ નજરે જોયું હતું. (દારેસલામ, સને ૧૯૬૦)
Vachanamrut Gems
Gadhadã I-34:
Happiness and Misery
"Therefore, the happiness and misery experienced by a non-believer is determined by his own karmas. As for a devotee of God, whatever misery he suffers is due to negligence in observing God's injunctions for the sake of worthless objects; and whatever happiness he does experience is a result of following the injunctions of God."
[Gadhadã I-34]