પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
મુંબઈમાં એક રાત્રે ઉકાળા પાણી કરીને યોગીજી મહારાજ સત્સંગ સભામાં જઈ રહ્યા હતા. એવામાં સત્સંગી હરિભક્ત નેણશીભાઈ ગણાત્રા મળ્યા. તે વજુ ભાઈ શેઠના વતી હંમેશા સ્વામીશ્રી માટે જુદાજુદા ફળ લઈને આવતા. સ્વામીશ્રી તેમને જોઈ કહે, 'ગણાત્રા ઠાકોરજી માટે રોજ ફ્રૂટ લાવે છે. લાવો ફ્રૂટ જોઈએ.'
પછી ફ્રૂટની ત્રણ કોથળીઓ હતી તે જોવા લાગ્યા. બાજુમાં નાની ઉંમરના એક પાર્ષદ ઊભા હતા. તેમને કહે, 'ફ્રૂટ સુધારીને રોજ ધાતુની નાની મૂર્તિઓ છે તેને ધરવું. જબરેશ્વર બાપા મને કહેતા હતા કે ફ્રૂટ તમે એકલા જમો છો. મને કોઈ ફ્રૂટ ધરતું નથી.' સ્વામીશ્રીએ પોતાનો બપોરનો થાળ તથા સવાર-સાંજ થતા દૂધીના ઢેબરાં, ફ્રૂટ, ઉકાળો વગેરે ઠાકોરજીને ધરવાની આજ્ઞા કરેલી. ગોંડલમાં પણ અક્ષરદેરીમાં બધું ધરાવવામાં આવતું. કોઈ વાર સેવક ભૂલી ગયા હોય તો અંતર્યામીપણે કહી દેતા. એમ ખટકો રખાવતા.
Vachanamrut Gems
Gadhadã I-58:
Fruits of Divine Favour
Ãnandãnand Swãmi then asked, "How can such unfavourable sanskãrs of the past be eradicated?"
Shriji Mahãrãj answered, "If the extremely great Purush becomes pleased upon a person, then regardless of how unfavourable the person's sanskãrs may be, they are all destroyed. Moreover, if the great Purush is pleased, a beggar can become a king; regardless of how unfavourable a person's prãrabdha may be, it becomes favourable; and regardless of how disastrous a misfortune he is to face, it is avoided."
[Gadhadã I-58]