પ્રેરણા પરિમલ
ભગવાનને સંભારીને બોલીએ...
આજે સંધ્યા સત્સંગસભામાં લગભગ ૧૫ મિનિટના આશીર્વાદમાં સ્વામીશ્રીએ સત્સંગની સમજણની અદ્ભુત વાતો કરી. ત્યારબાદ સ્વામીશ્રી ઉતારે પધારવા માટે લિફ્ટમાં પધાર્યા.
આજના સ્વામીશ્રીના આશીર્વાદના સંદર્ભમાં એક સ્વામીએ કહ્યું : 'આપનું તંત્ર ખરેખરું છે.''કેમ ?' જિજ્ઞાસાથી સ્વામીશ્રીએ પૂછ્યું.'એક બાજુ સંસ્થાનાં અનેક કાર્યોની આટલી ભારે મીટીંગો ચાલે અને એમાં પણ શ્વાસ લેવાનો સમય ન મળે એવી મીટીંગો ચાલે ને અહીં આવ્યા પછી જાણે કાંઈ જ ન હોય એમ તરત જ સાહજિકતાથી આટલું અદ્ભુત બોલવું એ સ્થિતપ્રજ્ઞતા જ કહેવાય!'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'આપણે તો ભગવાનને સંભારીને બોલીએ છીએ. ભગવાન જે રીતેબોલાવે એ રીતે બોલીએ.'સહજપણે સ્વામીશ્રી બોલી રહ્યા હતા.
'વણ વિચારે પણ વાતું રે આવે એના અંતરથી...' એ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ જાણે સૌનાં અંતરે પડઘાઈ રહી!
તા. ૩-૫-૨૦૦૫, અમદાવાદ
Vachanamrut Gems
Panchãlã-1:
Aim to Attain God's Abode
"Therefore, keeping this thought in mind, all of you should resolve, 'Now we want to reach only the abode of God; we do not want to be tempted by the vain pleasures of the panchvishays along the way.' So, please keep such a firm resolve. Because what I have told all of you is My principle, please imbibe it firmly in your lives."
[Panchãlã-1]