પ્રેરણા પરિમલ
કલાદૃષ્ટિ?
યોગીજી મહારાજમાં કલાત્મક દૃષ્ટિ પણ વિશિષ્ટ હતી. દાદરમાં સંતો માટે હરિમંદિર અને પાઠશાળાનું મકાન ખરીદાયું કે તુરત સ્વામીશ્રીએ ત્રણ ભાષામાં બોર્ડ તૈયાર કરાવવાની સંતોને આજ્ઞા કરી.
તે માટે સ્વામીશ્રીએ ખાસ ભલામણ કરી કે, 'શ્રી સ્વામિનારાયણ યાને અક્ષરપુરુષોત્તમ મંદિર' એ પ્રમાણે બોર્ડ ચિતરાવવું. લાલ અક્ષરથી લખાવવું. બોર્ડ કમાનવાળું (ઉપરથી અર્ધગોળ અને નીચે પાટિયું) કરાવવું. આજુબાજુ બોર્ડર મૂકાવવી અને અંગ્રેજી, હિંદી, ગુજરાતી એમ ત્રણ ભાષામાં કરાવવું.' આ પ્રમાણે અનેકવાર યાદી આપી. મકાનના વાસ્તુ પ્રસંગે બોર્ડની પૂજા કરી. પછી કહે, 'સાંજ સુધીમાં બોર્ડ ચોડી દેવા.'
નીકળતી વખતે બોર્ડ જોવા મકાન બહાર સ્વામીશ્રી પધાર્યા. પછી કહે, 'ઉપર લાકડા દેખાય છે તે કાપી નંખાવવા અને નીચેના લાકડા છે તે રંગાવી નાંખવા.' એ પ્રમાણે નાની બાબતોની પણ તકેદારીપૂર્વક સમજ પાડી, ત્યારે જ સૌને સમજાયું કે સ્વામીશ્રી ખરેખર કલાના નિધિ છે.
Vachanamrut Gems
Gadhadã I-57:
Two Means to Liberation
Thereupon Muktãnand Swãmi asked, "Mahãrãj, what is the most extraordinary means of attaining liberation?"
Shriji Mahãrãj replied, "The knowledge of God's form and the knowledge of God's greatness are the two extraordinary means to attain liberation."
[Gadhadã I-57]