પ્રેરણા પરિમલ
સાદાઈ
યોગીજી મહારાજના મુંબઈના વસવાટ દરમ્યાન આંખના નિષ્ણાત ડૉ. દવેએ હંમેશ મુજબ સ્વામીશ્રીની આંખોની ખૂબ ઝીણવટ તપાસ પછી નવા નંબરો કાઢી આપ્યા હતા. તે પછી તા. ૧૩મીએ તેઓ મુંબઈના જાણીતા ચશ્માઘર 'બાલીવાલા' ના માલિક પારસી સજ્જનને સ્વામીશ્રીના ચશ્મા બનાવવા મંદિરે તેડી લાવ્યા. તેમણે ખૂબ જ ભાવથી સ્વામીશ્રીની આંખો ઉપર બરાબર બંધ બેસતી ફ્રેમ બેસાડી જોઈ, પછી પસંદગી માટે વિવિધ ફ્રેમની પેટી (box) સ્વામીશ્રી સમક્ષ ખુલ્લી મૂકી.
સ્વામીશ્રીનો મહિમા સાંભળી ઘણી કીમતી ફ્રેમો તેઓ લઈ આવ્યા હતા. પણ બધાના આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીનો હાથ તો એક તદ્દન સામાન્ય-સાદી ફ્રેમ ઉપર જ પડ્યો. ત્યારે ડૉ. દવે સહસા બોલી ગયા કે, 'મેં તમને નહોતું કહ્યું કે સ્વામીશ્રી સાદી જ ફ્રેમ પસંદ કરશે પણ તમો તો આખો box જ ઉપાડી લાવ્યા.'
સ્વામીશ્રીની આવી સાદી વસ્તુ ઉપર અભિરુચિ જોઈ તે પારસી સજ્જન ઘણા જ પ્રભાવિત થયા.
Vachanamrut Gems
Gadhadã I-56:
Significance of Upasana
"Contemplating on God's greatness in this manner is the only method for understanding the distinction between ãtmã and non-ãtmã. In addition, the extent of that devotee's faith in God, coupled with the knowledge of God's greatness, also determines the amount of vairãgya that develops in that devotee's heart. Therefore, forsaking one's dependence on the strength of other spiritual endeavours, one should rely exclusively on the strength of God's upãsanã."
[Gadhadã I-56]