પ્રેરણા પરિમલ
ટેન્શન ઓછું કરવાના ચાર ઉપાયો...
એક યુવાને સાંસારિક જવાબદારીઓમાં ક્યાંક તણાવ આવી જતાં એણે દારૂના કુછંદનો આશરો લીધો અને એને કારણે ધીમે ધીમે સત્સંગથી દૂર થતો ગયો. આજે એ સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. સ્વામીશ્રીએ એને પ્રેમથી સમજાવતાં કહ્યું, 'તું સૌથી પહેલાં દારૂ બંધ કર. બળ રાખ. ટેન્શન દારૂથી ઓછું થતું નથી. પ્રાર્થના કરજે, ભક્તિ કરજે, સત્સંગ કરજે, સેવા કરજે, એનાથી ટેન્શન ઓછું થશે.'
સ્વામીશ્રીએ ટેન્શન ઓછું કરવાના ચાર ઉપાયો અને દારૂની જગ્યાએ ચાર વિકલ્પ બતાવ્યા અને આત્મીયતાથી એને સમજાવીને સત્સંગના માર્ગે વાળ્યો.
(તા. ૦૫-૧૨-૨૦૦૫, કોલકાતા)
Vachanamrut Gems
Gadhadã II-1:
What Causes Infatuation?
"Therefore, the panchvishays are the cause of infatuation. Moreover, there are three grades of those vishays - superior, average and inferior. Of these, if a person who has obtained superior vishays encounters someone who obstructs him from them, then that person becomes angry on the latter. From that anger, infatuation develops."
[Gadhadã II-1]