પ્રેરણા પરિમલ
સહજ તપરૂચી
એક સાંજે યોગીજી મહારાજે સૌ સેવકોને ભેગા કર્યા અને એકદમ ઉપદેશ આપવા લાગ્યા કે 'મોટા પુરુષ કહે એમ કરવું, અમે સ્વામીની આજ્ઞા પાળતા. મોટા પુરુષનું વચન માનવું...' પહેલાં તો અમને સૌને કંઈ સમજાયું નહિ. પછી સ્વામીશ્રીએ ધીરે રહીને કહ્યું, 'મને એક વચન આપશો ?'
ભાવમાં આવી જતાં સૌ બોલી ગયા, 'હા.'
'કાલે જન્માષ્ટમી છે તે ઉપવાસ કરવો પડે. શાસ્ત્રીજી મહારાજ સૌને ઉપવાસ કરાવતા. કોઇને ફરાળ કરવા દેતા નહિ. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તે ઊજવવો પડે...'
- સ્વામીશ્રીએ ખૂબ જ સાવધાનીથી પોતાની ઇચ્છા રજૂ કરી. રખે કોઈ વિરોધ કરે ! પણ સેવકો પાસેથી તો પહેલેથી જ વચન લઈ, તેમને બાંધી દીધા હતા. આ રીતે ઘણી વાર સ્વામીશ્રી વ્રત-ઉપવાસમાં પોતાની રુચિ જણાવતા. આ પહેલાં પણ રામનવમી અને આષાઢી એકાદશી ઉપર તે પ્રમાણે પોતાની રુચિ બતાવેલી.
પછી રાત્રે હરિભક્તોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે એમનું વચન રાખ્યું અને સામાન્ય ફળાહાર કરી ઉપવાસ કર્યો. આ માંદગી દરમિયાન જ સ્વામીશ્રીએ ઉપવાસમાં ફળાહાર કર્યો હતો, પણ આ પહેલાં તો પોતે અચૂક નિર્જળા ઉપવાસ જ કરતા.
Vachanamrut Gems
Gadhadã I-56:
Pleasing God
"…Therefore, devotees of God should not harbour any form of vanity whatsoever. That is the only means to please God…"
[Gadhadã I-56]