પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૫
મુંબઈ, તા. ૩-૨-૧૯૭૦
આજે સવારે ઊઠ્યા પછી ગુણાતીતચરણદાસ કહે,'બાપા ! આજનું અમૃતવાક્ય કહો.'
થોડીવાર વિચારી યોગીજી મહારાજ બોલ્યા,'જેવી રીતે કેગરનાં લાકડાંને અગ્નિ લાગતો નથી, તેમ આપણે ભક્તિ કરીએ તો માયા પરાભવ ન કરે...'
- સાધુ ઈશ્વરચરણદાસ