પ્રેરણા પરિમલ
જીવમાં સત્સંગ પચાવ્યો છે...
કોલકાતાના બે સત્સંગી બંધુઓ ફર્નિચરના કોન્ટ્રાક્ટ રાખવાનો ધંધો કરી રહ્યા છે. તેઓના હાથ નીચે ઘણા માણસો કામ પણ કરે છે. તેઓને ત્યાં કામ કરતો વરસો જૂનો એક માણસ તેઓને ત્યાં જ ધંધો કરતાં કરતાં અચાનક ગુજરી ગયો. આ માણસની આગળ પાછળ કોઈ હતું નહીં. જે કહો એ સગાવહાલાં આ લોકો જ હતા. આ વ્યક્તિએ પોતાની બચત પણ એમની પાસે જ રાખી મૂકી હતી. અચાનક એ વ્યક્તિના અવસાન પછી બચાવેલી રકમ આ લોકો પાસે જ રહી ગઈ. આ વ્યક્તિનું કોઈ સગુંવહાલું હતું નહીં. બંને ભાઈઓએ વિચાર કર્યો કે કોઈની પણ કમાણીને આપણે શું કામ લઈ લેવી ? એના કરતાં મંદિરમાં આપીએ તો સારા કાર્ય માટે વપરાય. અને બધી જ રકમ ઠાકોરજીનાં ચરણે અર્પણ કરી દીધી.
સ્વામીશ્રી સમક્ષ જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, 'તમારી ઉપર ભગવાનની દૃષ્ટિ છે, એટલે આવું સૂઝે છે, બાકી કોઈને ક્યાં ખબર હતી કે આના પૈસા તમારી પાસે છે ! આજે તો કો'કના પૈસા પણ જાણતો હોય છતાંય દબાવીને બેસી જાય છે, પણ તમે સત્સંગ જીવમાં પચાવ્યો છે.'
(તા. ૦૩-૧૨-૨૦૦૫, કોલકાતા)
Vachanamrut Gems
Loyã-7:
Constituents of Bhakti
"Now, what constitutes bhakti? It is when one becomes brahmarup and performs the bhakti of the manifest form of God…"
[Loyã-7]