પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૩
ગોંડલ, તા. ૧૬-૧૨-૧૯૬૯
સભામાં સારંગપુર પ્રકરણનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. અંતર્દૃષ્ટિ અને બાહ્યદૃષ્ટિ ઉપર અર્જુનભાઈ ચાવડા વાત કરતા હતા. તાત્ત્વિક વાતો ચાલતી હતી. તેઓ બોલી રહ્યા પછી યોગીજી મહારાજે અંબાલાલભાઈ(અમદાવાદ)ને કહ્યું,'તમે ગુજરાતીમાં બોલો, આ કાકા સંસ્કૃતમાં બોલ્યા.'
અંબાલાલભાઈ સ્વામીશ્રીનો અભિપ્રાય સમજી ગયા અને એમણે વચનામૃતના ભાવાર્થમાં એમની સાદી સરળ ભાષામાં પ્રગટ સંતનો મહિમા સમજાવ્યો.
વચનામૃતમાં આગળ શબ્દો આવ્યા કે 'એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.'
એટલે સ્વામીશ્રીએ ફરીથી અંબાલાલભાઈને આજ્ઞા કરી કે આ ગુજરાતીમાં સમજાવો.
'બાપાનાં દર્શને સાક્ષાત્ ભગવાનનું દર્શન થયું...' એ ભાવાર્થ ફરીથી અંબાલાલભાઈએ એમની સરળ ભાષામાં સમજાવ્યો. આ વાતને સમર્થન આપતા હોય એમ સ્વામીશ્રી બોલ્યા :
'એવા એકાંતિક જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટ છે...' સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી. આમ, બપોરની કથામાં બહુ ગમ્મત કરાવતા અને નિજાનંદનું સુખ સૌને વહેંચતા. શાસ્ત્રોની ગહન વાતો પણ સરળ શબ્દોમાં અને પ્રગટનો મજકૂર લાવીને સમજાવવાની અંબાલાલભાઈની ખૂબી હતી. એટલે સ્વામીશ્રી એમને ગમ્મતમાં કહેતા કે ગુજરાતીમાં સમજાવો. આ સભામાં નવા ઉત્સાહી યુવાન સત્સંગી ગોંડલના સિવિલ સર્જન ડૉ. ત્રિવેદી અચૂક આવતા, એમને ઉદ્દેશીને સ્વામીશ્રી ઘણી વાતો કરતા-કરાવતા, અને શાસ્ત્રોનાં રહસ્ય સમજાવતા, સંતમાં હેત કરાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]