પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૦
મુંબઈ, તા. ૨૯-૧-૧૯૭૦
સવારે મંગળ પ્રવચનમાં 'સારસિદ્ધિ' પૂરી થઈ ને 'ભક્તિનિધિ' શરૂ કરી. પોણા છ વાગે સભા પૂરી કરી ઊઠતા હતા. સંતો પગે લાગતા હતા. ગુણાતીતચરણદાસ યોગીજી મહારાજને કહે,'બાપા ! ઊંઘ આવી કે નહિ ?'
'ઊંઘનું શું પૂછો છો ? ભક્તિનિધિની વાત કરોને, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિની કેવી વાત કરી ? કેવો મહિમા કહ્યો ? પ્રગટની ભક્તિ વગર બીજું બધું આળપંપાળ કહ્યું...' સ્વામીશ્રીએ વાતવાતમાં મરમ સમજાવી દીધો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
God's Proximity
“If a person firmly observes the vow of non-lust, then he is never far from God…”
[Gadhadã II-33]