પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૮
મુંબઈ, તા. ૨૪-૧-૧૯૭૦
આજે સવારે યોગીજી મહારાજ અંત્ય પ્રકરણનું આઠમું વચનામૃત સમજાવતાં કહે,'કોઈ બે શબ્દ કહે તો ખમવું. આપણી ભૂલ ન હોય તોપણ ખમવું', એ એકાંતિક. સહન કરે એ એકાંતિક...' એમ સ્વભાવ મૂકવાની અને સહન કરવાની વાત એમના ઉપદેશમાં સોંસરી ચાલી આવતી.'સહન કરવું એ જ સાધુતા' એવું વારંવાર સમજાવતા સ્વામીશ્રી કહેતા :'સહન કરવાથી મોટા જીવમાંથી રાજી થાય, અંતરમાં અખંડ શાંતિ રહે અને અંતરમાં આનંદના ફુવારા છૂટે.' સહનશીલતાની વજ્રશિલા ઉપર પોતાના સાધુ જીવનની ગગનચુંબી ઈમારત ઊભી રાખનાર સ્વામીશ્રી-સહન-શીલતા, ક્ષમાના પ્રત્યેક ક્ષણે પ્રેરક હતા.
આજે સવારે દેશી નાટક સમાજના એક કલાકાર સ્વામીશ્રી પાસે આવ્યા ને કહે,'બાપા ! શાંતિ થાય એવા આશીર્વાદ આપો.'
'અહીં આવતા જાવ તો શાંતિ થઈ જશે.' સ્વામીશ્રીએ સહજભાવે પણ દૃઢતાથી કહ્યું. કારણ, સાચી શાંતિની હાટ એમણે માંડી હતી. અને રાત-દિ' શાંતિનો વેપાર કરતા હતા, પણ સમાગમમાં બેસવું પડે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Jetalpur-5:
There is Nothing Greater than Worshipping God
“Everyone please pay attention; today I wish to talk to you about things as they really are. Specifically, there is nothing greater than worshipping God. Why? Because everything happens according to the will of God…”
[Jetalpur-5]