પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૫
મુંબઈ, તા. ૧૯-૧-૧૯૭૦
યોગીજી મહારાજે મકરસંક્રાંતિને દિવસે સાંજે ગોંડલથી વિદાય લીધી. રાજકોટ પધાર્યા. અહીં આશીર્વાદ આપતાં કહ્યું હતું.
'આપણે આશરો દૃઢ રાખવો ને ભજન કરવું. બે મુદ્દા રાખવા ને સેવા કરવી. એ ત્રણ વાત રાખવી. તો કોઈ દી' દુઃખ નહિ આવે. ને દુઃખ આવે તો તમે મને કાગળ લખજો.'
એ જ દિવસે ભાદરા મંદિરે દર્શન કરી આવ્યા. તા. ૧૭-૧-'૭૦ના સવારે પ્લેનમાં ભાવનગર થઈ બપોરે મુંબઈ પધાર્યા. દરેક જગ્યાએ ઍરપોર્ટ ઉપર હજારો હરિભક્તો દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન માટે એવી તો પડાપડી થઈ કે બધી વ્યવસ્થા બેકાબૂ થઈ ગઈ હતી. ઠેર ઠેર સ્વામીશ્રી પ્રત્યે લોકોને અનેરું ખેંચાણ થયું હતું.
આજે બપોરની કથામાં વચનામૃત વડતાલ પ્રકરણ ચૌદ વંચાવતાં કહે :'મહારાજે સંતનો આશરો કરવાનું કહ્યું :'પોતાનો આશરો કરવાનું ન કહ્યું. સંત એ મહારાજનું સ્વરૂપ જ છે. સંત ને મહારાજ એક જ છે એમ મહારાજનું કહેવાનું (તાત્પર્ય) છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Jetalpur-3:
Constantly Engage in Worship
“… Never allow any lapse in the observance of non-egotism and other vows. Be extremely vigilant. Believe your self to be distinct from your body. Offer bhakti to Shri Purushottam, Shri Narnãrãyan, diligently and scrupulously. Constantly engage in worship coupled with remembrance of God; its bliss will equal the bliss of actually having the darshan of God.”
[Jetalpur-3]