પ્રેરણા પરિમલ
ભક્તિભાવનું જાણપણુ
યોગીજી મહારાજ માટે એમની તાસીરને અનુકૂળ સાદી રસોઈ રોજ બનતી. સ્વામીશ્રીએ સેવક સંત ઈશ્વરચરણ સ્વામીને આજ્ઞા કરી હતી કે, 'થાળ તૈયાર થાય ત્યારે દેરીમાં ધરાવી પછી મને જમવા બોલાવવો.'
એક દિવસ ઉતાવળ થતાં દેરીમાં થાળ ધરાવવો રહી ગયો ને સ્વામીશ્રીને જમાડી દીધા. તે દિવસે સાંજે સ્વામીશ્રીએ ઈશ્વરચરણ સ્વામીને બોલાવ્યો ને કહ્યું, 'તમારે રોજ થાળ ધરીને મને જમવા બોલાવવો. આજે થાળ ધરાવ્યો હતો કે નહિ ?' એમ અંતર્યામીપણે મને પૂછ્યું. ભક્તિભાવનું આવું સતત જાણપણું સ્વામીશ્રી વારંવાર આપતા.
Vachanamrut Gems
Gadhadã I-44:
Means to Intense Love for God
Brahmãnand Swãmi then asked, "By what means can one develop such intense love for God?"
Shriji Mahãrãj replied, "Only by keeping profound association with the Satpurush can one develop intense love for God."
[Gadhadã I-44]