પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૪
રાજકોટ, તા. ૧૪-૧-૧૯૭૦
સાંજે રાજકોટ પધાર્યા. ગોંડલમાં સૌએ ભાવભીની વિદાય આપી. કેટલાક સંતો-ભક્તો રડી પડ્યા હતા. યોગીજી મહારાજની વિદાય સૌને વસમી બની જતી. સૌને અખંડ બ્રહ્માનંદનું સુખ આપતી એ અલમસ્ત મૂર્તિનાં પ્રત્યક્ષ દર્શન-પ્રસંગ જાણે-અજાણે સૌના જીવમાં જડાઈ જતાં. વિયોગની એ ક્ષણો પ્રાણહર બની જતી.
રાજકોટમાં અદાની દેરીએ દર્શન કરી, મંદિરે પધાર્યા. મકરસંક્રાંતિ નિમિત્તે સૌ હરિભક્તોએ સ્વામીશ્રીનું પૂજન કર્યું. આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું,'આપણે કોઈનું બગાડવું નહિ. બધાંનું હિત થાય એમ કરવું... ભગવાન સૌનું ભલું કરે. આખા હિંદુસ્તાનમાં, આખા વિશ્વમાં અક્ષરપુરુષોત્તમનો ડંકો વાગે... જુઓ, આપણે કેવો આશીર્વાદ આપ્યો કે ગોંડલ મંદિરના રસ્તેથી કોઈ ચાલે એ પણ બીજે જન્મે સત્સંગમાં જન્મ લે ને એનું કલ્યાણ થાય...'
આગલે દિવસ જ આશીર્વાદના આ શબ્દો સ્વામીશ્રીએ ગોંડલમાં ઉચ્ચારેલા. એ જ વાતને જાણે વિશેષ સમર્થન આપતા હોય એમ, આજે ફરીથી એવા જ વિશાળ ભાવનાયુક્ત આશીર્વાદ આપ્યા. ત્યારે આપણને સમજાય કે મોટા પુરુષ એમનેમ બોલી જતા નથી, પરંતુ એમનો પ્રત્યેક શબ્દ હંમેશાં સાર્થક હોય છે, જે દિવ્યભાવથી જ મનાય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-12:
One who maligns God or His Bhakta
“… But as for perceiving faults in God or His Bhakta, no scripture describes methods to be released from such a sin. Indeed, if one consumes poison, or falls into the ocean, or falls from a mountain, or is eaten by a demon, then one has to die only once. But one who maligns God or His Bhakta has to continuously die and be reborn for countless millions of years.”
[Gadhadã III-12]