પ્રેરણા પરિમલ
અપાર હેત
ગોંડલમાં સવારમાં કથા-પ્રસંગ ચાલતો હતો તે વખતે મંદિર ઉપરથી ઠાકોરજી પાસેથી પૂજારી યોગેશ્વરદાસ અને બીજા એક સંત કામમાંથી પરવારીને યોગીજી મહારાજ પાસે આવ્યા અને બેઠા. થોડીવાર પછી સ્વામીશ્રી તે બંને સંતોને કહે, 'તમે ઉપર જાવ, ઠાકોરજીની સેવામાં. મને હમણાં શ્રીજીમહારાજે આવીને કહ્યું કે મારી સેવામાં કોઈ નથી. તેથી ઉપર જાવ...' એમ કહી સંતોને ઉપર ઠાકોરજી પાસે મોકલ્યા. ઠાકોરજીની સેવા-મર્યાદાનો સ્વામીશ્રી હંમેશા બહુ ખટકો રાખતા અને રખાવતા.
આ પ્રસંગે સ્વામીશ્રી ગોંડલમાં સારવાર માટે લગભગ ત્રણથી ચાર માસ રહ્યા હતા.
રોજ સવારે ઉકાળો લેતી વખતે સ્વામીશ્રી સ્થાનિક હરિભક્તોન પણ સાથે પ્રસાદી લેવા બોલાવતા અને ખૂબ તાણ કરીને સૌને ઉકાળો-નાસ્તો કરાવતા. કેટલીકવાર તો પરાણે સૌને પીરસાવે અને હરિભક્તોને રાજી કરે. આથી હરિભક્તોને પણ સ્વામીશ્રી પ્રત્યે સામો એવો જ ભાવ જાગ્રત થતો અને સૌ મન મૂકીને સેવા કરતા. ગોંડલમાં અનાજનો ધર્માદો પણ આ વખતે ઘણો સારો થયો.
સ્વામીશ્રી હરિભક્તોને ખૂબ તાણ કરીને, પોતાને માટે ખાસ તૈયાર કરેલી વસ્તુ ઉકાળો વગેરે પણ આપી દે, તે તેમની સેવા કરતા સેવકોને ગમે નહિ. પરંતુ, પાછળથી સ્વામીશ્રી તેમને સમજાવે કે, 'હું તો મારું બધું જ આપી દઉં, જો કોઈ દેવની સેવા કરતા હોય તો. આપણે તો એ તાન...'
આવા જ એક પ્રસંગે સ્વામીશ્રીએ અહીંના એક હરિભક્તને ખૂબ તાણ કરીને પોતાની પ્રસાદી આપી. હરિભક્ત કહે, 'બાપા, આપને માટે છે, આપ જમો.' સ્વામીશ્રી કહે, 'ના, મારે તમને પ્રસાદી આપવી છે. તમે જમો તો મારો આત્મા ઠરે.' એમ કહીને અંતરથી હેત કરે.
વળી જે ભક્ત કહે, ના બાપા, આપ જમો ને આપ જલ્દી સાજા થઈ જાવ.' એટલે સ્વામીશ્રી તેમને પ્રસાદી આપતા કહે, 'ના, આપ સંકલ્પ કરો તો સાજા થવાય. આપ સંકલ્પ કરતા નથી. આપ સંકલ્પ કરો...' એમ સામે હેતનાં વચન કહે તેથી તે ભક્ત વધુ ગળગળા થઈ ગયા અને એકદમ પ્રેમમાં આવીને કહે, 'બાપા, આપ સાજા થઈ જાવ તો સો મહાપૂજા કરાવું.' તે સાંભળી બીજા હરિભક્તોએ પણ મહાપૂજા કરાવી. આમ તો આ હરિભક્ત ભાગ્યે જ સેવા કરતા પણ સ્વામીશ્રીના પ્રેમથી પરાજિત થતા તેમનો લોભ તૂટી ગયો ને અક્ષરદેરીની સેવા થઈ ગઈ.
આમ, સ્વામીશ્રી સૌ ઉપર અપાર હેત વરસાવતા.
Vachanamrut Gems
Gadhadã I-38:
Mental Detachment
"Furthermore, a householder should engage in worldly activities physically, but mentally - just like the renunciant - he should also remain free of worldly desires and contemplate on God. Also, he should engage in social activities according to the command of God…"
[Gadhadã I-38]