પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-11-2017, મુંબઈ
આજે ભક્તિદિન હોવાથી ભક્તિને લગતી પ્રશ્નોત્તરી સ્વામીશ્રી સાથે થઈ :
પ્રશ્ન : ‘ઘરના સભ્યો બીજામાં આસ્થા ધરાવે છે, એટલે હું સત્સંગ કરું, તિલક-ચાંદલો કરું તે તેઓને ગમતું નથી તો શું કરવું ?’
સ્વામીશ્રી કહે : ‘સ્વામીબાપાને રાજી કરવા હોય તો કરવાનું અને ઘરવાળાને રાજી કરવા હોય તો નહીં કરવાનું.’ સ્વામીશ્રી એક-બે - એક-બે વાક્યોમાં સચોટ અને ધારદાર ઉત્તરો આપતા જતા હતા.
પ્રશ્ન : ‘નિર્દોષબુદ્ધિની ભક્તિ કેવી રીતે આવે ?’
સ્વામીશ્રી કહે : ‘નોટ છાપે છે ને તે સામાન્ય કાગળ હતો, પણ સિક્કો માર્યો ને 2,000 રૂપિયાની નોટ થઈ ગઈ. તો આ તો મહારાજનો સિક્કો છે કે સર્વે દિવ્ય છે. માટે સૌને નિર્દોષ માનવા.’
પ્રશ્ન : ‘માળા, તિલક-ચાંદલો વગેરે બહારથી ન કરીએ તો ન ચાલે ? કારણ કે બહારથી અને અંતરથી કરીએ એનું ફળ તો સરખું જ છે.’
સ્વામીશ્રી કહે : ‘મનમાં વિચારીએ કે મારી પાસે કરોડ રૂપિયા છે, તો આવે ?’
સૌ હસી પડ્યા. ઉત્તર મળી ચૂક્યો હતો.
પ્રશ્ન : ‘મહાબળવંત માયા અમને ન નડે તે માટેનો ઉપાય આપો.’
સ્વામીશ્રી કહે : ‘આ બધી વિશ્વાસની વાત છે. સત્સંગ સાચો છે. વહેવારમાં ખોટું છે તોય સાચું મનાય છે ને આ સાચું છે તોય મન લાગતું નથી. રોકડું દેખાય તેમાં આપણું મન ચોંટે. અને આ દેખાતું નથી, પણ અબજો રૂપિયાની વાત છે.’
પ્રશ્ન : ‘ભાઈઓ કરતાં બાઈઓની ભક્તિ વધુ જણાય છે. એનું કારણ શું ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘એમને જ પૂછો.’
સૌ ખડખડાટ હસી પડ્યા.
પછી સ્વામીશ્રી કહે : ‘આપણે સ્વામીબાપા(પ્રમુખસ્વામી મહારાજ)નો પાસેથી જોગ છે, માટે મહિમા ન સમજાય. તેઓ દૂર છે એટલે સમજાય.’
આજની પ્રશ્નોત્તરી પણ આનંદદાયક અને સરસ રહી.
Vachanamrut Gems
Gadhadã I-60:
Means to Eradicating Strong Worldly Desires
Then Muktãnand Swãmi asked, “What are the means to eradicate worldly desires?”
Shriji Mahãrãj replied, Firstly, one requires firm ãtmã-realization; secondly, one should realize the insignificance of the panchvishays; and thirdly, one should realize the profound glory of God; i.e., 'God is the master of all abodes - Vaikunth, Golok, Brahmamahol, etc. So, having attained that God, why should I have affection for the pleasures of the vishays, which are futile?' One should think of God's glory in this manner.
[Gadhadã I-60]