પ્રેરણા પરિમલ
પંચવર્તમાનમાં દૃઢ
યોગીજી મહારાજ નૈરોબીથી એન્ટેબે-કંપાલા પ્લેનમાં જઈ રહ્યા હતા. પ્લેનમાં દરેક વખતે સ્વામીશ્રી માટે આગળના ભાગમાં ખાસ સગવડતા કરવામાં આવતી. પ્લેન ઉપડવાની તૈયારીમાં હતું અને સ્વામીશ્રીને બેસવા માટે બોલાવવામાં આવ્યા. પ્લેન નજીક આવી પહોંચતા સ્વામીશ્રીએ એકાએક પૂછ્યું : 'બીજા ક્યાં ?' પ્લેનની મુસાફરીનાં ઘણાં પ્રસંગોમાં સ્વામીશ્રીએ આવો પ્રશ્ન કદાચ પહેલીવાર જ પૂછ્યો હતો.
'બીજા મુસાફરો બેસી ગયા છે. આપણે જ બાકી છીએ,' મેં કહ્યું.
સ્વામીશ્રીએ સી.ટી. પટેલને અને બીજા હરિભક્તોને એકદમ બોલાવ્યા અને કહ્યું, 'આપણે આ પ્લેનમાં નથી જવું.'
'કેમ બાપા ?' બધા આશ્ચર્યથી બોલી ઊઠ્યા.
'બધાં બૈરાં બેઠાં હોય ને આપણે તેમને અડીને જવું પડે તે બને જ નહિ.' એવા તો મક્કમ ભાવથી સ્વામીશ્રી બોલ્યા કે કોઈ વિશેષ દલીલ કરી શક્યું જ નહિ.
એક હરિભક્તે હિંમત કરી સ્વામીશ્રીને સમજાવવા પ્રયત્ન કર્યો કે, 'બાપા, આપણે માટે જુદી વ્યવસ્થા કરી છે.'
હંમેશા હસતા-આનંદ કરાવતા સ્વામીશ્રી કંઈક આકળા થઈ જતા બોલ્યા, 'બધા બેઠા હોય ને અમારાથી જવાય જ નહિ. એ લોકોએ પહેલાં આપણને બેસાડવા જોઈએ ને પછી બીજાને બેસાડે એમાં બાધ નહિ. હરમાનભાઈ હમેશાં એવી ગોઠવણ કરતા.'
બીજી બાજુ વિમાનના કેપ્ટન અને ચાલકો ઊતાવળ કરી રહ્યા હતા. સૌ સ્વામીશ્રીના આ નિર્ણય ઉપર સ્તબ્ધ થઈ ગયા હતા.
'બધાં નીચે ઉતરી જાય પછી આપણે ચડાય, નહિ તો આપણે આજે જવું જ નથી. આપણે કાલ જઈશું. નહિં તો ટ્રેનમાં જઈએ, મોટરમાં જઈએ, પણ પ્લેનમાં તો આજે જવું જ નથી.' સ્વામીશ્રીએ ફરીવાર દૃઢતાના સૂરો ઉચ્ચાર્યા.
આ બાજુ પ્લેનનાં પંખાએ ઊપડવાની ગતિ પકડી લીધી હતી. એક ક્ષણનો પણ વિલંબ થઈ શકે એમ નહોતો એવી કટોકટી સર્જાઈ હતી. પ્લેનના કેપ્ટનને તથા બેસી ગયેલા વિદેશી મુસાફરોને કોણ સમજાવે ? આ બાજુ સ્વામીશ્રીને તો સમજાવી શકાય એમ હતું જ નહિ. એમના નિયમોમાં બાંધછોડ અસંભવિત હતી. આખરે સૌએ કેપ્ટનને સંતોના સ્ત્રી-પુરુષ મર્યાદાના નિયમ વિશે સમજાવ્યું. જાણે ભગવાનનો પ્રવેશ હોય એમ કેપ્ટને વાત સ્વીકારી લીધી અને સ્ત્રી-મુસાફરોને ઉતરી જવા વિનંતી કરી. મુસાફરોમાં પણ મહારાજનો પ્રવેશ થયો અને લેશ પણ દલીલ વગર સૌ નીચે ઉતરી ગયા. ત્યાર પછી જ સ્વામીશ્રીએ પ્લેનની સીડી ઉપર પગ મૂક્યો અને પોતાની બેઠકમાં ગોઠવાયા. પડદા પડી ગયા અને બાકીના મુસાફરોના બેઠા પછી લગભગ દસથી પંદર મિનિટ મોડું થયેલું પ્લેન ઊપડ્યું.
વર્તમાનની આવી દૃઢતા જોઈ સૌ મુસાફરોને પણ સ્વામીશ્રી પ્રત્યે સન્માન થયું અને હરિભક્તો તો વચનામૃતના મહારાજના શબ્દો... 'ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય ? તો... પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય...' વિચારતા સ્વામીશ્રી પ્રત્યે અહોભાવમાં ડૂબી ગયા.
Vachanamrut Gems
Gadhadã I-38:
Introspection
After glancing at all of the devotees, Shriji Mahãrãj thought for a considerable length of time and said, "Please listen, I have something to say." He then continued, "From the time a satsangi enters the Satsang fellowship, he should examine his mind by thinking, 'In the first year, my mind was like this; then it was like this. Previously, I had this much desire for God and this much desire for the world.' In this manner, he should repeatedly reflect on this yearly total of desires and always strive to gradually, yet constantly eradicate all worldly desires that remain in his mind. If, however, he does not introspect in this manner and allows those desires to accumulate, then they will never be overcome."
[Gadhadã I-38]