પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-10-2017, ગાંધીનગર
સ્વામીશ્રીના અલ્પાહાર બાદ ભદ્રેશદાસ સ્વામીએ લખેલા ‘સ્વામિનારાયણ ભાષ્ય’ની વાત નીકળી. ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે ‘તેઓ લખે પછી શ્રુતિપ્રકાશ સ્વામી બધું જ લખાણ વ્યવસ્થિત વાંચી લે અને જરૂરી સુધારા પણ સૂચવે.’ આગળ વાત કરી કે ‘આમ તો બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય તેમને (શ્રુતિપ્રકાશદાસ સ્વામીને) લખવાનું હતું, કારણ કે તેમણે તેના પર પીએચ.ડી. અને પૂર્વ તૈયારી પણ ખૂબ કરી દીધી હતી. પણ બાપા(પ્રમુખસ્વામી મહારાજ)એ આજ્ઞા કરી ને તરત જ મૂકી દીધું !’
આ બધી વાત ચાલતી હતી અને અચાનક જ સ્વામીશ્રીએ પલંગ પરથી ઊભા થઈને સામે ઊભેલા શ્રુતિપ્રકાશદાસ સ્વામીના પગ બન્ને હાથે પકડી લીધા !!
વળી, સ્વામીશ્રી ઊભા થઈને એકદમ રાજીપાથી શ્રુતિપ્રકાશદાસ સ્વામીને ભેટ્યા. આ અપાર રાજીપો શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ ગુરુઆજ્ઞાથી પોતે ભાષ્યો લખવાનું પડતું મૂકી ભદ્રેશદાસ સ્વામીને આગળ કર્યા, તેનો હતો.
સ્વામીશ્રીનાં પ્રિય વાક્યોમાંનું એક વાક્ય છે : ‘એક સાધુની પૂજા દેખી બીજો સાધુ દ્વેષ ન કરે અને મનમાં અતિ પ્રસન્ન થાય તો તેને સર્વે સાધુમાં શિરોમણિ જાણવો.’
પછી, સ્વામીશ્રીએ રોજની ટેવ મુજબ ઇશારાથી સેવક સંતોને કહ્યું : ‘કાનના મશીન કાઢો.’ પણ આંગળીઓ કાન સુધી પહોંચી તો ખબર પડી કે મશીન જ નહોતાં. સૌ ખડખડાટ હસી પડ્યા ને કહે : ‘સ્વામી ! મશીન વગર સંભળાયું ?’
સ્વામીશ્રી હસીને હા પાડવા લાગ્યા.
સેવક સંત કહે : ‘સાંભળવું હોય તે સંભળાય.’
આત્મસ્વરૂપદાસ સ્વામી કહે : ‘સ્વામી પકડાઈ ગયા.’
ઇન્દ્રિયો તો માયાનું કાર્ય છે, સત્પુરુષ તો માયાતીત છે. સત્પુરુષને શ્રવણ માટે ઇન્દ્રિયની જરૂર નથી પડતી તો મશીનની તો ક્યાંથી પડે !
Vachanamrut Gems
Gadhadã II-40:
If One Harms a Devotee of God...
“If, however, one does somehow harm a devotee of God, then one should verbally pray to him for forgiveness; and physically and mentally, one should prostrate before him and resolve to behave in such a manner so as to never harm him again. However, one should not behave in such a way that one performs prostrations after harming someone once, only to then harm him again and perform prostrations again.”
[Gadhadã II-40]