પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૭
મ્વાન્ઝા, તા. ૧૮-૧૧-'૫૯
એક શીખ મુમુક્ષુ દારેસલામથી મ્વાન્ઝા કામ પ્રસંગે આવેલા. મ્વાન્ઝામાં રાત્રે સ્વપ્નમાં તેમને એક તેજસ્વી સંતનાં દર્શન થયાં. સવારના તેઓ 'હરજી હાઉસ'માં અમારે ઉતારે આવ્યા. અહીં યોગીજી મહારાજનાં દર્શન કરતાંની સાથે જ તેમને ખાતરી થઈ કે આ જ મૂર્તિ મેં સ્વપ્નમાં જોઈ હતી. તેમણે આ વાત કોઈને ન કરવાનો મનમાં ઠરાવ કર્યો હતો, પણ સ્વામીશ્રીએ તેમને એકાએક કંઈક વાત કરવા કહ્યું. તેથી સહેજે જ તેમણે પોતાના સ્વપ્નદર્શનની અને સ્વામીશ્રીના મહિમાની અદ્ભુત વાતો કરી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
How to Conquer the Mind
“… For this reason, then, the mind should continuously be kept occupied in the spiritual discourses, devotional songs, etc., related to God. This can be known as having conquered the mind.”
[Gadhadã II-33]