પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-10-2017, ગાંધીનગર
સ્વામીશ્રીના ભોજન દરમ્યાન ડૉક્ટરોની સૂચના પ્રમાણે નક્કી થયા મુજબ હળવું સંગીત વાગ્યું.
અક્ષરજીવનદાસ સ્વામીએ મનમાં ઊઠેલી જિજ્ઞાસા રજૂ કરી : ‘અક્ષરધામમાં આવું જ હશે ને ! મધુર સંગીત વાગતું હોય ને મહારાજનાં દર્શન કરવાનાં !!’
સ્વામીશ્રી કહે : ‘દર્શન જ. કાંઈ બોલવાનું નહીં... કોઈ મોટું કામ થાય ને સંતોષ થાય તેનાથી કરોડ ગણો સંતોષ દર્શનથી થાય.’
‘અક્ષરના વાસી વા’લા..’ જ આવું વર્ણન કરી શકે.
Vachanamrut Gems
Gadhadã II-56:
To Please God
“Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
[Gadhadã II-56]