પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-10-2017, ગાંધીનગર
ચેષ્ટાગાન બાદ સ્વામીશ્રી સમક્ષ જમવાની વાતો ચાલી. આનંદભૂષણદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપ તો પહેલેથી મિષ્ટાન્ન ને એવું નો’તા જમતા... તો ભાવતું નહોતું કે તપ માટે ?’
સ્વામીશ્રી કહે : ‘તપ...’
આદર્શયોગીદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપ વર્ષોથી સાદું જ જમ્યા છો, તો એવું થાય કે સારું સારું જમવાનું રહી ગયું ?’
‘ના.’ સ્વામીશ્રીએ સ્પષ્ટ ના પાડી.
શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 18માં કહ્યું છે કે ‘મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું.’
સ્વામીશ્રીની પણ આવી જ સ્થિતિ જણાય છે, કારણ કે તેમને જમવાનો સંકલ્પ પણ નથી થતો.
Vachanamrut Gems
Gadhadã II-41:
Guidance on How one should Serve God and His Devotees
“When a person who wishes to worship God receives an opportunity to serve God and His devotees, he should serve them considering it to be his extremely great fortune. Moreover, he should do so only with bhakti, for the sake of pleasing God and for his own liberation – not for the sake of receiving praise from others.”
[Gadhadã II-41]