પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૩
અટલાદરા, તા. ૯-૭-'૫૯
અમદાવાદથી ટ્રેનમાં અટલાદરા આવતા હતા. રસ્તામાં મહી નદી આવી ત્યારે તેના દર્શન કરતાં યોગીજી મહારાજ સૌને કહે, 'માનસિક સ્નાન કરો.'
અટલાદરા પહોંચ્યા. મંદિરમાં દર્શન કરવા પધાર્યા. યોગીજી મહારાજ છેલ્લા મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનાં દર્શન કરતા ઘણા મગ્ન થઈ ગયા અને બોલ્યા, 'મહારાજ, રાજી છો ને !'
તે સાંભળી સનાતન સ્વામીએ હસતાં હસતાં પૂછ્યું : 'મહારાજે ઉત્તર આલ્યો ?'
'હા, મહારાજ કહે છે, બેઠો છું,' બે હાથે જાળી પકડી એકીટશે મહારાજને નિહાળતાં યોગીજી મહારાજ બોલ્યા.
આગલે દિવસે અમદાવાદમાં કથા પ્રસંગમાં આકાશવાણીની વાત આવી. તે સાંભળી તેઓએ પૂછ્યું, 'અત્યારે આકાશવાણી થતી હશે ?' એટલે શંકર ભગત કહે, 'પ્રગટવાણી સાંભળવા મળે છે પછી આકાશવાણીનું શું કામ છે ?'
તેઓ હસતાં હસતાં, માથે હાથ ઘસતાં બોલ્યા, 'પ્રગટવાણી પગ તળે ઘસાય છે... બહુ મહિમા... મહિમા પગ તળે ઘસાય છે !' એમ કહી સભાને રમૂજ કરાવી, સૌને જાણપણું આપ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-35:
Maligning the Sant the Gravest of all Sins
“The scriptures claim that to malign the Sant is the gravest of all sins. What is the reason for this? Well, it is because Shri Krishna Bhagwãn himself resides in the heart of that Sant. Therefore, when one maligns the Sant, one maligns God as well. After all, when one maligns the Sant, God, who resides within his heart – is hurt. In such a case, the sin of maligning God is an even graver sin. Therefore, it is said that to malign the Sant is the gravest of all sins.”
[Gadhadã III-35]