પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-11-2017, મુંબઈ
આજે મુલાકાતોમાં સૌને સંતોષ ને લાભ અપાવવા જતાં ઉતાવળ કરવી પડી હતી. તેમાં પંકજભાઈ ગઢિયા નામના હરિભક્તને પણ ઝડપથી લેવા પડ્યા હતા. સ્વામીશ્રીને આ રુચ્યું નહોતું. તેથી તેમને ફોન જોડાવ્યો ને પોતે માફી માગી : ‘તમે લાઇનમાં આવ્યા ને સ્પીડમાં નીકળી જવાનું થયું, માટે માફી માગીએ છીએ.’
પંકજભાઈ તો ભાવુક થઈ ગયા. સ્વામીશ્રીને મળવા ખાસ આવી ગયા ને કહ્યું : ‘સ્વામી ! આપને માફી ના માગવાની હોય. ને મને દર્શન થઈ જ ગયાં હતાં.’ આશીર્વાદ લઈને તેમણે વિદાય લીધી.
આ કેવા ગુરુ કહેવાય ! પોતાની ભૂલ ન હોવા છતાં પણ શિષ્યની માફી માંગે !
Vachanamrut Gems
Gadhadã II-56:
God - The Supreme Essence of Everything
“Only his love for God is true who never develops love for anything other than God. In fact, the essence of all scriptures is simply this: God is the sole source of eternal bliss and the supreme essence of everything. Excluding God, all other objects are absolutely worthless and totally unsubstantial.”
[Gadhadã II-56]