પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-11-2017, મુંબઈ
આજે સ્વામીશ્રીનાં અલ્પાહાર-દર્શન વખતે નિષ્કામ-
જીવનદાસ સ્વામીની વાત કરતાં ઈશ્વરચરણદાસ સ્વામીએ કહ્યું કે ‘યોગીબાપા ’70ની સાલમાં કંપાલાના 6 જણને લઈને આવ્યા હતા. તે વખતે આ તો બાળક-કિશોર કહેવાય.’
સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા : ‘14 વર્ષના.’
નિષ્કામજીવનદાસ સ્વામી તરત જ સાહેદી પુરાવતાં કહે : ‘હા. 14 વર્ષનો હતો.’
શું ગજબની સ્મૃતિશક્તિ કહેવાય ! કોઈ એક ચોક્કસ સમયે કોની ઉંમર કેટલી હતી તે કોઈને યાદ રહે ? અને એ પણ આટલાં વર્ષો પછી ?
સંતોના ગુણ સાંભળી શયનકક્ષમાં પધાર્યા.
Vachanamrut Gems
Gadhadã III-22:
Fruits of Bhakti
“… One who cultivates this inclination of profound, loving bhakti loses all attachment to the panchvishays and is able to maintain ãtmã-realisation without even having to try.”
[Gadhadã III-22]