પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૮
ગોંડલ, તા. ૩-૧૨-૧૯૬૯
અગિયાર વાગે કંપાલાના આર. યુ. પટેલ આવી પહોંચ્યા. યોગીજી મહારાજ એમને ભેટ્યા-મળ્યા. બહુ રાજીપો બતાવ્યો. આશીર્વાદ આપ્યા. એમને ડાયાબિટીસની તકલીફ હતી એટલે એ હંમેશાં થુલાની ભાખરી ને કારેલાનું શાક જમતા, સ્વામીશ્રીએ જાહેરમાં જ પૂછપરછ શરૂ કરી, 'શું જમશો ?' વગેરે સભામાં માઇક ઉપર જ વાર્તાલાપ કર્યો અને પછી તેમની વ્યવસ્થા કરવા સેવકોને સૂચના આપી.
સ્વામીશ્રીના જીવનમાં ખાનગી જેવું કંઈ નહોતું. ઘણીવાર તેઓ જાહેરમાં કહેતા, 'સાંભળો, એક ખાનગી વાત કરીએ.' એમ કહી જાહેરમાં ખાનગી કરતા. સભાની ખોટી અદબ કે એવો ખોટો શિષ્ટાચાર બતાવતા નહિ. એમનું જીવન - જીવનની દરેક ક્રિયા જાહેર હતી. ઘણીવાર તો કથાવાર્તાના ગંભીર પ્રસંગોમાં પણ કોઈ જરૂરી ચર્ચા - પછી તે એકાદ વ્યક્તિને લગતી હોય, તોપણ જાહેરમાં જ કરતા, શ્રીજીમહારાજ માટે જૂનાગઢના નવાબે કહેલું કે 'ખુદાને કોની અદબ હોય !' એવું સ્વામીશ્રીના જીવનમાં જોવા મળતું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Difference between a Wise Person and a Fool
“Moreover, if a wise person is scolded by someone, he would in turn consider the scolder’s virtues; on the other hand, if someone offers some useful advice to a fool, the fool would be offended…”