પ્રેરણા પરિમલ
માતા-પિતાથી પણ અધિક
અંદરથી તૂટી પડેલો યુવાન જ્યારે નેહ નીતરતાં નયનોના એ ચમકારાથી જિંદગી માણવાનો ઉજાસ જુએ છે, ત્યારે એની આંખો છલછલ થઈ ઊઠે છે.
એક યુવાન આર્કિટેક્ચરનો અભ્યાસ કરતો, કારણ કે પિતાનો એવો જ આગ્રહ હતો. તેને તો જવું હતું એન્જિનિયરીંગમાં, પણ મનની મનમાં રહી ગઈ. પિતાના સ્વભાવને કારણે સંજોગો એવા પલટાયા કે આખું કુટુંબ વેરવિખેર થઈ ગયું. તેમાં આ તરુણનોય ભોગ લેવાયો. તેને હૉસ્ટેલમાં રહેવું પડ્યું. પ્રમુખસ્વામી મહારાજની સલાહ લેવા તે પહોંચ્યો. સ્વામીશ્રી માથે હાથ ફેરવતા તેને હૂંફ આપી રહ્યા હતા. છેલ્લે પૂછ્યું, 'તારા ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરે છે ?'
'જમવાનું રહેવાનું તો મફત છે. રાતે સંગીતના કાર્યક્રમ ચાલે છે, તે પૈસામાંથી કપડાં વગેરેનો ખર્ચ નીકળી જાય છે...' આટલું બોલતાં તે સાચે જ ઢીલો પડી ગયો હતો. હર્યાભર્યા પરિવાર છતાં તેને તેની એકલતા સાલી રહી હતી.
સ્વામીશ્રી મમતાથી બોલી ઊઠ્યા, 'જો તારે કોઈ પણ જાતની તકલીફ હોય, તો મને કાગળ લખજે. હું અહીં કોઠારી સ્વામીને લખીશ. તારી વ્યવસ્થા થઈ જશે. તું બસ, ભણ અને સંગીતમાં આગળ આવ.'
તે યુવક આટલી સ્નેહવર્ષામાં જાણે મુગ્ધ બની ગયો ! આટલી સંભાળ ! આટલી પ્રીતિ ! આટલી આત્મીયતા ! તે આ વિચાર માત્રે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો, 'મારાં મા-બાપે પણ આવું વાત્સલ્ય નથી પીરસ્યું.'
Vachanamrut Gems
Loyã-10:
The Experiences of a Person With the Gnan of & Attma and Paramatma
"… Such a person, even if he is amongst people, feels as if he is in the forest; and though he may be in the forest, he experiences more happiness there than one does from ruling a kingdom."
[Loyã-10]