પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-11-2017, બોચાસણ
આજે સ્વામીશ્રીની ભોજન લેવાની ઇચ્છા જ નહોતી, છતાં દર્શનાર્થે બેઠેલા કાર્યકરોને દર્શન થાય તે માટે થોડું જમવાનું સ્વીકાર્યું. પણ પાછું બોલ્યા : ‘સહેજે ઇચ્છા નથી.’ પત્તરમાં પીરસેલી પાતળી, થોડી દાળ આંગળી-
અંગૂઠાથી ઉછાળવા લાગ્યા. તેથી સેવક સંતોએ પૂછ્યું : ‘મમરા કે એવું કાંઈ લાવીએ ?’
સ્વામીશ્રીએ બહુ પ્રતિભાવ ન આપ્યો. સંતો મમરા લઈ આવ્યા.
‘બરાબર !’ એવા ભાવનું મુખ હલાવ્યું. પછી પીરસેલી દાળ પી ગયા ને પછી બે-બે, એક-એક મમરાના દાણા જમવા લાગ્યા, જેથી જમવાનું ચાલુ રહે અને કાર્યકરોને દર્શન થતાં રહે.
દર્શને બેઠેલા ભક્તો શું જાણતા હશે કે સ્વામીશ્રી પોતાની ઇચ્છાવિરૂદ્ધ આપણા માટે જમી રહ્યા છે ! સ્વામીશ્રી ભક્તો માટે કેટ-કેટલું કરે છે !!
Vachanamrut Gems
Vartãl-12:
Even Holy Scriptures Need to be Heard from the Right Person
“… Similarly, no one attains liberation by hearing even holy scriptures like the Gitã and the Shrimad Bhãgwat from one who does not have faith in God coupled with the knowledge of His greatness. Just as death is assured to whoever drinks sweetened milk into which a snake’s venom has fallen, similarly, no one can ever attain liberation by listening to the Gitã or the Shrimad Bhãgwat from a person who does not have faith in God coupled with the knowledge of His greatness. On the contrary, only harm can come from it.”
[Vartãl-12]