પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-11-2017, બોચાસણ
અમદાવાદના હરિભક્ત ઉદયનભાઈ પટેલને છેલ્લાં 7-8 વરસથી પગની ઘણી બધી બીમારીઓ શરૂ થઈ હતી. એમાંથી બહાર આવવા તેમણે અમદાવાદના ખૂબ પ્રતિષ્ઠિત ડૉક્ટરોને બતાવ્યું હતું, તેમની સલાહ મુજબ તમામ દવાઓ અને ઉપચારો પણ કર્યાં હતાં, પણ પરિણામ શૂન્ય હતું.
તા. 4-10-2017થી તબિયત વધુ બગડતાં તેઓએ બીજી વાર એમ.આર.આઇ ટેસ્ટ(MRI test) કરાવ્યો. ખબર પડી કે તેમની કરોડરજ્જુ ઉપર જ 2 × 2 ઈંચની લગભગ 500 ગ્રામ જેટલી મોટી ગાંઠ છે. આથી કરોડરજ્જુના નિષ્ણાત ડૉક્ટરે તાત્કાલિક, પણ જોખમથી ભરેલું અને ખૂબ ઓછી સફળતા મળે તેવું ઓપરેશન કરાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું હતું : ‘ઓપરેશન તો કરાવવું જ પડશે, પણ આમાં કોઈ ગેરંટી નથી, કારણ કે આવાં ઓપરેશનોમાં મોટા ભાગે દર્દીના ઝાડા-પેશાબનો કંટ્રોલ જતો રહે છે. અથવા પેરાલિસીસ થઈ જાય, આંખોમાં પ્રશ્ન થાય, કાનમાં બહેરાશ આવે, શરીર ખોટું પડી જાય, એવા અનેક પ્રશ્નો આવવાની શક્યતા રહે છે.’ આવી તકલીફ ત્રીસ લાખમાં એકને થતી હોય છે. બીજા ડૉક્ટરોનો પણ આ જ મત પડતો હતો.
તા. 11-10-2017ના રોજ રાત્રે તેઓના બંને પગ ખોટા પડી ગયા હતા અને ઘરમાં જ ટેકારૂપ ઘોડી પરથી પડી જવાથી બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
તા. 12-10-2017ના રોજ સ્વામીશ્રીને આ પરિસ્થિતિ જણાવાઈ હતી. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે ‘આપે છેલ્લા પાંચ દિવસથી પ્રયત્નો કર્યા છે, પરંતુ હવે ઓપરેશન અતિ જરૂરી હોવાથી કરાવશો. સ્વામીબાપાનાં કૃપા અને આશીર્વાદ, મહારાજ-સ્વામી ભળશે અને હાજર રહેશે. અમે પ્રાર્થના કરીશું.’
એ જ રાત્રે પ્રમુખસ્વામી મહારાજે તેઓને દર્શન આપીને આખી કમર પર હાથ ફેરવીને કહ્યું હતું કે ‘મહંત સ્વામીના આશીર્વાદ છે અને રક્ષા કરશે.’
તા. 13-10-2017ના રોજ કરોડરજ્જુના નિષ્ણાત ડૉક્ટર હિતેશભાઈ મોદીએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન પડકારરૂપ હતું પણ તેઓને આશ્ચર્ય એ વાતે થયું કે તેઓએ જેવું ખોલ્યું કે ગાંઠ જાણે રાહ જોઈને તૈયાર જ બેઠી હોય તેમ તરત જ સ્પષ્ટ દેખાઈ આવી. તે કાઢ્યા પછી આજુબાજુની તમામ નસો એની જાતે જ ગોઠવાઈ ગઈ. તેને લીધે આઠ કલાક ચાલનારું ઓપરેશન માત્ર અઢી કલાકમાં સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થયું. એટલું જ નહીં, એક પણ આડઅસર પણ નહોતી થઈ. વળી, આજની તારીખે તેઓએ તમામ કામ પણ શરૂ કરી દીધાં છે.
‘તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચઢે...’ આનો અનુભવ ડૉ. હિતેશભાઈને થયો હતો. આથી, તેઓ આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને સ્વામીશ્રી માટે ભાવ તો થયો જ હતો, પણ સ્વામીશ્રીનાં દર્શનથી તે ભાવમાં અભિવૃદ્ધિ થઈ હતી. તેઓ બહાર નીકળીને બોલી ઊઠ્યા : ‘સ્વામીશ્રીમાં તેજ બહુ છે.’
Vachanamrut Gems
Gadhadã III-12:
Shun Vanity and Behave as a Servant of Servants
“One who desires one’s own liberation should not harbour any form of vanity – such as, ‘I have been born in an upper-class family,’ or ‘I am wealthy,’ or ‘I am handsome,’ or ‘I am a scholar.’ One should not keep any of these types of beliefs. In fact, even with a meek satsangi, one should behave as a servant of servants.”
[Gadhadã III-12]