પ્રેરણા પરિમલ
ઉપનિષદ્કાલીન ભારતની યાદ
અમેરિકાના સત્સંગી કિશોરો માટેની સત્સંગ શિબિરમાં પધારેલા પ્રમુખસ્વામી મહારાજ સાથે એક કિશોરની અધ્યાત્મગોઠડી ઉપનિષદકાલીન ભારતન યાદ અપાવે છે.
કિશોર કહે : 'બાપા ! આપ અમારા જેવા થઈને અમારામાં ભળી ગયા એમ અમે પણ તમારા જેવા થઈને તમારામાં ભળી જઈએ. એટલે કે સાધુ થઈ જઈએ એવા આશીર્વાદ આપો.'
સ્વામીશ્રી કહે : 'ઓ હો... હો...હો...હો ! જબરજસ્ત સંકલ્પ છેઃ સાધુ થવાનો. તેં સંકલ્પ કર્યો અમને બહુ આનંદ થયો. વેરી ગુડ.'
કિશોર કહે : 'બાપા ! અહીં સામે ૫૦૦ કિશોરો બેઠા છે, તો તમારે કેટલા જોઈએ છે ?'
સ્વામીશ્રી : 'અમારે બધા જ જોઈએ છે. બધાને સાધુ કરવા છે. જેને સગવડ હોય, અનુકૂળ હોય ને થાય તેનો વાંધો નહીં. બીજા સાધુ ન થાય તો કંઈ વાંધો નહીં પણ સાધુ જેવું જીવન તો જિવાય છે. બધાને સાધુ બનાવીને ભગવા નથી આપી દેવા, પણ બધાએ અંતરથી સાધુ તો થવાનું જ છે. સાધુ એટલે સાધુના ગુણો છે તે આપણામાં આવવા જોઈએ.
આ રજોગુણી દેશ છે તેની અંદર પણ નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના અને આપણી મર્યાદા બરાબર સાચવે તો એ પણ સાધુ જ છે. એ પણ મહાન છે. ભગવાન અને સત્પુરુષ સાથેની આત્મબુદ્ધિ આપણને દૃઢ થાય, ગુણ આવે તે કરવાનું છે. બધાની સાથેપ્રેમભાવ, સુહૃદયતા કેળવાય. જોગી મહારાજની ઇચ્છા છે તેમ સત્સંગ વધારે, સત્સંગનું કાર્ય હંમેશને માટે કરતા રહે, મોટા થાય, નોકરી-ધંધા કરે છતાં આ વસ્તુ ભૂલે નહીં તો એ બધાય સાધુ.'
કિશોરોએ આભારની લાગણી વ્યક્ત કરતાં અવિરત તાળીઓ પાડી. સ્વામીશ્રી પણ થોડીવાર માટે ઊભા રહી ગયા ને તેઓની સાથે તાળીઓ પાડવા લાગ્યા !
Vachanamrut Gems
Gadhadã I-1:
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]