પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-11-2017, બોચાસણ
સ્વામીશ્રીએ જમતાં જમતાં પૂછ્યું : ‘હરિભક્તો માટે આજે જમવામાં શું છે ?’
આત્મસ્વરૂપદાસ સ્વામીએ કહ્યું : ‘સાટા, જલેબી, ઊંધિયું અને રોટલી આજુબાજુનાં ગામોમાંથી હરિભક્તોએ પોતાના ઘરે બનાવીને મોકલી છે.’
સ્વામીશ્રીને સંતોષ થયો.
જ્યારે સંતો વર્ષોથી હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા ખૂબ જ જવાબદારીપૂર્વક કરતા હોય ત્યારે, આવો પ્રશ્ન પૂછવાનું મન સામાન્ય માણસને કોઈ સંજોગોમાં ન થાય. સ્વામીશ્રીને તે થાય છે કારણ કે તેઓને ભક્તોની ખરેખરી ચિંતા છે.
Vachanamrut Gems
Gadhadã II-63:
Best Spiritual Endeavour
“… Thus, to stay together with God and His devotees physically, and thus be able to serve them in whichever way possible, is indeed the very best spiritual endeavour.”
[Gadhadã II-63]