પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-11-2017, ગાંધીનગરથી બોચાસણ જતાં ગાડીમાં
સ્વામીશ્રી ગાડીમાં બિરાજી બોચાસણ જવા નીકળ્યા ત્યારે હરિપ્રકાશદાસ સ્વામીએ અંત્યના 39મા વચનામૃતનો મુખપાઠ રજૂ કર્યો. પછી હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘કાંઈ નિરૂપણ કરવું છે ?’
સ્વામીશ્રીએ થોડી વાતો કરી અને પછી ગુરુને યાદ કરતાં કહે :
‘જે કાંઈ સન્માન થાય તે સ્વામીબાપાનું જ છે. એ ધણી... પછી આપણે ફ્રી, આપણે માથે કાંઈ નહીં - બધું એમનું જ છે અને એમને પાછું આવે. જેમ મુનિમજી હોય તે કરોડ રૂપિયાનો પગાર લખે, પણ તેનો પગાર તો ચારસો રૂપિયા જ હોય.’ (સ્વામીશ્રી ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શેઠ અને પોતાને મુનિમજી જોડે સરખાવતા હતા.)
આગળ કહે : ‘આ બધું, જેમ કોઈ કરોડપતિની પાસે ઘણી બધી વસ્તુઓ હોય, પણ તે કાંઈ દેખાડવા ન જાય. અને વર્લ્ડ ચેમ્પિયન(વિશ્વ વિજેતા) હોય ને કહીએ કે ‘આ વર્લ્ડ ચૅમ્પિયન છે’ તો કાંઈ ઊભા થઈને દોડવા ન લાગે. એમ બધું ઐશ્વર્ય ભગવાનનું જ છે. જ્યારે જોઈએ ત્યારે એમાંથી લઈએ અને પાછું મૂકી દઈએ. આપણું કાંઈ નથી, ડીંટિયુંય નહીં, બધું ભગવાનનું જ છે.’
‘બધું ઐશ્વર્ય ભગવાનનું જ છે. જ્યારે જોઈએ ત્યારે એમાંથી લઈએ અને પાછું મૂકી દઈએ.’ - આવું વાક્ય આ લોકની કઈ વ્યક્તિ બોલી શકે ?
Vachanamrut Gems
Jetalpur-5:
Observing Dharma in Satsang
“Furthermore, it is for the liberation of the jivas that I have manifested along with these sãdhus. Therefore, if you abide by My words, I will take all of you to the abode from which I have come. So you should also realise, ‘We have already attained liberation.’ Furthermore, if you keep firm faith in Me and do as I say, then even if you were to suffer extreme hardships, or even if you were to face the calamities of seven consecutive famines, I will protect you from them. Even if you were made to suffer miseries from which there seems to be no way out, I will still protect you – but only if you meticulously observe the dharma of My Satsang, and only if you continue practising satsang. However, if you do not, you will suffer terrible miseries, and I will have nothing to do with you.”
[Jetalpur-5]